માળિયામિંયાણા, તા.૬
મોરબી રવાપર ચોકડી નજીક પોલીસ પ્રજા વચ્ચેનો ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી રવાપર ચોકડી નજીક ટ્રાફિક નિયમનની સામાન્ય બાબતમાં પોલીસ અને બાઈક ચાલક વચ્ચે ઝપાઝપી થઈ પડી હતી. જેમાં રવાપર ચોકડી પાસે મોરબી એ-ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોળાભાઈ બાવળિયાએ ટ્રાફિક નિયમનને અડચણરૂપ બાઈક મુદ્દે સામાન્ય બાબતને ઉગ્ર સ્વરૂપ આપી બાઈક ચાલક લક્ષ્મણ ગોવિંદભાઈ દેત્રોજા વચ્ચે ચકમક ઝરતા આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી ત્યારે મોરબી એ-ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલે સામાન્ય બાબતમાં ચિંગારી ચાંપી ત્રણ જેટલા પોલીસ કોન્સ્ટેબલો આધેડ પર તુટી પડ્યા હતા અને આડેધડ રીઢા ગુનેગારની જેમ તેમના પર લાઠીઓ વિંઝી પોલીસ પાવર દેખાડી કાયદાનો ડંડો ઉગામી ખુલ્લેઆમ ઢોરમાર મારતો વીડિયો સમગ્ર મોરબી જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસે જ આધેડને પથ્થર ઉપાડવા મજબુર કર્યાનું વીડિયો તેમજ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે આધેડને જાહેરમાં લાઠીઓ વિંઝી અપમાન કરાતા આધેડે આવેશમાં આવી જઈ વધુ પડતી લાઠીનો માર સહન ન થતા અને પોતાના સ્વબચાવ માટે પથ્થર ઉપાડવા મજબુર કર્યાની લોકચર્ચા થઈ રહી છે જેને પોલીસ કોન્સ્ટેબલના માથે પથ્થરનો ઘા મારતા માથાના ભાગે ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલ ખસેડાયો હતો તેમજ લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે પોલીસ-પોલીસની તરફેણમાં જાય તેથી કોન્સ્ટેબલને હોસ્પિટલમાં અને આધેડને પણ લાઠીઓનો માર પડ્યો હોય જેને પણ ઈજા પહોંચી હોય પોલીસે લોકઅપમાં ધકેલી દીધો હતો.