મોરબી, તા.ર
મોરબીમાં પટેલ સમાજની વાડી પાસે આવેલા શ્રીજીપાર્ક નજીકની રવીપાર્ક સોસાયટીમાં પિતૃ આશિષ નિવાસમાં એક માતાએ ૯માસની અને ૫વર્ષની માસૂમ પુત્રીઓને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારીને સગી માતાએ પણ ગળેફાંસો ખાઈ લેતા નેપાળી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. બે માસુમ પુત્રીને મોતને ઘાટ ઉતારનાર માતાએ આપઘાત કરી લેતા બનાવની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ છે મોરબી રવીપાર્કમાં પિતૃઆશિષ નામના મકાનમાં ભાડે રહેતા નેપાળી પરિવારમાં હૃદયદ્રાવક ઘટના ઘટી છે જેમાં જિમમાં કામ કરતા નેપાળી યુવક વિષ્ણુભાઈની પત્ની તુલસીબેને પોતાની ૫ વર્ષની પુત્રી કિંજના અને ૯ માસની પુત્રી પૂજાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી જાતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબીમાં અરેરાટી વ્યાપી ગઈ છે ૯માસની પુત્રી કે જે ઘોડિયામાં સૂતી હતી ત્યાં જ મૃત અવસ્થામાં મળી આવતા નિષ્ઠુર પત્થર દિલ જનેતાને એવા તે કેવા દુઃખ પડ્યા હતા કે બે-બે માસૂમ પુત્રીઓને મોતને ઘાટ ઉતારવી પડી એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. મૃતકનો પતિ અને હતભાગી બાળકીઓના પિતા વિષ્ણુભાઈ જિમમાં ઇન્સ્ટ્રકટર તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળે ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ પહોંચીને મકાન મલિક તથા મૃતકના પતિ વિષ્ણુ પાસેથી વધુ માહિતી મેળવી રહ્યો છે