• કોરોના રસીની પ્રથમ ટ્રાયલમાં એકને પણ આડ-અસર નહીં, હવે બીજી ટ્રાયલ • ખાનગી નિષ્ણાંત તબીબો હવે સરકારી હોસ્પિટલમાં માનદ સેવા આપશે

(સંવાદદાતા દ્વારા)  ગાંધીનગર, તા.૧૪
રાજ્યભરમાં ઈન્ટર્ન એમબીબીએસ ડૉક્ટરો પોતાની માગણીને લઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. અન્ય રાજ્યોની સરખામણીએ સ્ટાઈપેન્ડ ઓછું મળતું હોવાની વાતને લઈ સરકારથી નારાજ તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામતા સરકાર તરફથી કડક અભિગમ અપનાવી તબીબોને હડતાળ સમેટી લેવા જણાવાયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ઈન્ટર્ન્સ ડૉક્ટરોની હડતાળ ગેરકાયદે છે. તેઓ કામ ઉપર નહીં આવે તો તેમની ગેરહાજરી સહિતના પગલાં લેવાશે. આ સાથે તેમણે મોરબીની નવી મેડિકલ કોલેજને મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી. રાજ્યમાં હાલમાં સરકારી હોસ્પિટલોના ઈન્ટર્ન ડૉક્ટરો સ્ટાઈપેન્ડમાં વધારા માટે હડતાળ પર ઉતર્યાં છે. છેલ્લા આઠ મહિનાથી કોવિડ ડ્યુટીમાં લાગેલા આ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે હાલમાં તેમને રૂ. ૧૨,૮૦૦ સ્ટાઈપેન્ડ મળે છે, જે વધારીને રૂ. ૨૦ હજાર કરવું જોઈએ. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા ઈન્ટર્ન્સ સાથે બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. ઈન્ટર્ન્સની આ આખી હડતાળ જ ગેરકાયદેસર અને ગેરવાજબી હોવાનું રોકડું પરખાવતા નીતિન પટેલે ઉમેર્યું હતું કે, તેઓ હડતાળ પાછી નહીં ખેંચે તો આવતીકાલથી તેમની ગેરહાજરી પૂરાશે અને ગેરહાજર રહેશે તેમને ઁય્માં એડમિશન નહીં મળે. ઈન્ટર્નશીપ કર્યા વિના ડોક્ટર થવાતું નથી અને આ ઈન્ટર્ન્સે સરકારની મજબૂરીનો લાભ લેવાની કોશિશ કરવી ન જોઈએ. નીતિન પટેલે જણાવ્યું કે અમે અગાઉ કેન્દ્ર સરકારને પત્ર લખીને મોરબીમાં મેડિકલ કૉલેજ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. હવે કેન્દ્ર સરકારે પરવાનગી આપતા ગુજરાતમાં મેડિકલ કૉલેજની સંખ્યામાં વધારો થયો છે. ચાલુ વર્ષથી જ મોરબીમાં ૧૦૦ બેઠક ધરાવતી નવી મેડિકલ કૉલેજને મંજૂરી આપી દેવામાં આવી છે. મેડિકલ ઈન્ટર્ન્સનું એક પ્રતિનિધિમંડળ આજે આરોગ્યમંત્રી નીતિન પટેલને મળ્યું હતું. આ બેઠકમાં અને ત્યારબાદ પત્રકાર પરિષદમાં આરોગ્યમંત્રીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, મેડિકલ ઈન્ટર્ન્સે હાલની સ્થિતિનો ગેરલાભ લેવા પ્રયત્ન કરવો ન જોઈએ. જો ઈન્ટર્ન્સ તેમની હડતાળ જારી રાખશે તો સરકાર આકરા પગલાં ભરશે. નીતિન પટેલે જણાવ્યું કે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની સ્થિતિને જોતા અગાઉ સાંજનીર્ ંઁડ્ઢ બંધ કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ હળવી થતા સિવિલમાં અને ટ્રોમા સેન્ટરમાંર્ ંઁડ્ઢ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગની સારી કામગીરી અને પ્રજાની જાગૃતિના કારણે હાલમાં કોરોનાની ૮૪% પથારી ખાલી છે. કોરોના પર નિયંત્રણ લેવામાં આપણે સફળતા મેળવી છે. નીતિન પટેલે ઉમેર્યું હતું કે સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાની વેક્સિનની પ્રથમ ટ્રાયલ ચાલી રહી છે. અત્યારસુધી આ ટ્રાયલ લેનારા એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થઈ નથી. જેથી રસીનો ડોઝ લેનારને હવે બીજો ટ્રાયલ શરૂ કરવામાં આવશે. નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં પ્રેક્ટિસ કરતા ખાનગી હોસ્પિટલોના નિષ્ણાત તબીબો સરકારી હૉસ્પિટલમાં માનદ સેવા આપશે. સરકારે આ માટેનું આયોજન કર્યું છે અને રાજ્યમાં નાગરીકોને ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની સેવા સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે પ્રાપ્ત થશે. તેમણે રાજકોટની એઈમ્સ અંગે કહ્યું કે, કાગળિયા પર એઈમ્સની કામગીરી પૂર્ણ થઈ છે. હવે આપણે વડાપ્રધાનને વિનંતી કરી એઈમ્સની બિલ્ડીંગ નિર્માણનું ખાતમુહૂર્ત કરાવીશું.