મોરબી, તા.ર૦
મોરબી પાન, બીડી, સિગારેટ, તમાકુ એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ પોપટ દ્વારા પાન, મસાલા, સિગારેટના વેપારીઓની સુરક્ષા અંગે સીટી એ-ડિવિઝનના પોલીસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા પાન-મસાલાની દુકાનો ખુલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે પાન-મસાલાનો વેપાર લગભગ ૫૫ દિવસ થયા બંધ હોવાથી હવે ગ્રાહકોની ભીડ થવાની શક્યતાને કારણે વેપારીઓની સુરક્ષા જરૂરી છે. આ વેપાર આદતને આધીન હોય, માલ મેળવવા ખૂબ ભીડ એકત્ર થાય તો અરાજકતા ફેલાય અને વેપારી આ ભીડને કાબુ કરવા સક્ષમ ન હોય તેમજ ભીડ એકત્ર થાય અને ઝપાઝપી થાય તો વેપારીની જાનની અને તેમના માલની સુરક્ષા માટે પોલીસ સુરક્ષા જરૂરી છે.
આ ઉપરાંત, વધારે સંખ્યામાં માણસો એકઠાં થાય તો સોશિયલ ડીસ્ટનસિંગનું પાલન કરાવવા માટે તેમજ ભીડના કારણે રોડ પર ટ્રાફિક ન થાય તથા ભીડને જોઈને કોઈ અસામાજિક તત્વો તેનો ખોટો ગેરલાભ લઇને માથાકૂટ ન કરે તેના કારણે વેપારીઓને પોલીસ સુરક્ષાની જરૂર હોવાથી ઘટતું કરવાની અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં પાન, મસાલા, સિગારેટના વેપારીઓની સુરક્ષા અંગે પોલીસ અધિકારીને રજૂઆત

Recent Comments