મોરબી, તા.૧૧
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના એક આવાસમા અંતરંગ પળો માણવા માટે એક યુવક અને યુવતી પણ ઘૂસી જઈને રૂમ બંધ કરી દીધો હતો. આથી, સ્થાનિકોએ આ બનાવની પોલીસને જાણ કરીને બંનેને એ-ડિવિઝન પોલીસને હવાલે કરી દીધા હતા. જો કે, આ બનાવની હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના એક આવાસમાં આજે એક યુવક અને યુવતી ચડી આવ્યા હતા. આ આવાસમાં આ કપલ કદાચ અંતરંગ પળો માણવા માટે આવ્યા હોવાથી બંને યુવક-યુવતી ઘૂસી જઈને રૂમને અંદરથી બંધ કરી દીધો હતો. આથી, બંને રૂમની અંદર પૂરાઈને શંકાસ્પદ હિલચાલ કરતા હોવાની શંકાને આધારે સ્થાનિકો આ બનાવની એ-ડિવિઝન પોલીસને જાણ કરીને બંનેને પોલીસને હવાલે કરી દીધા હતા.
આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, આજે સવારે મુખ્યમંત્રી આવાસમાં એક યુવક અને યુવતી ઘૂસી જઈને કંઢગી હાલતમાં હોવાથી સ્થાનિકોએ જાણ કરી હતી. આથી, પોલીસે ત્યાં જઈને તપાસ કરતા યુવક અને યુવતીને રૂમમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને લાવ્યા હતા. બાદમાં યુવતીના પરિવારજનો અને એ આવાસના માલિકને બોલાવીને પૂછપરછ કરી હતી. આવાસના માલિકે તેમના મકાનમાં આ યુવક-યુવતી ગેરકાયદે ઘૂસી ગયા હોવાનું જણાવતા બીજી વખત ઘૂસે નહીં તે માટે પોલીસે બંનેને સૂચના આપી હતી. જો કે, પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવમાં કોઈ અઘટિત ઘટના બની ન હોવાથી માત્ર ૧૫૧ હેઠળ યુવકની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.