મોરબી, તા.૧પ
મોરબી શહેરમાં મોડીરાત્રે રફાળેશ્વર બસ સ્ટેન્ડ પાસે આવેલ નોનવેજની દુકાન પાસે કોઈ કારણોસર લોહિયાળ ધીંગાણુ થતા એકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યંું હતુંં જ્યારે બેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા તો અન્ય એક ઈજાગ્રસ્ત મોડીરાતે હોસ્પિટલમાં ભરતી થતા આ ઘટનામાં ત્રણને ઈજા અને એકનું મોત થતા સનસનાટી મચી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રફાળેશ્વર બસ સ્ટેન્ડ પાસે નોનવેજની દુકાન પાસે ચારેક યુવાનો પર ધસી આવેલ ટોળાએ ઘાતકી હુમલો કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ૧૫થી વધુ લોકોનું ટોળું હથિયારો ધારણ કરી તૂટી પડતા સયદુ મેપા જેડા ઉ.વ ૪૦નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુંં જ્યારે અલીમામદ મયુદીન સંઘવાણી અને લાલજી રામજી મોચી અને હુસેન જુસબ માલાણીને સહિત ત્રણ યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં બે વ્યક્તિઓ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરાયા હતા. મોડી રાત્રે બનેલ લોહિયાળ બનાવથી મોરબી સિવિલ હોસ્પિટલે લોકોના ટોળા એકત્ર થયા હતા. બનાવની તાલુકા પોલીસને જાણ થતા ડીવાઈએસપી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. આ બનાવ મામલે ફરિયાદી ઈમરાન ફરીદ જેડા રહે.વીશીપરા કુલીનગર વાળાએ દસ શખ્સો વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી કાસમ ઈશા મોવર ઈશાકઅલી જામ, વલીઈશાક જામ, અલીઈશાક જામ અને અનવર ઈશાક જામ સહિત અન્ય પાંચ અજાણ્યા શખ્સો જે રફાળેશ્વર અને હંજીયાસર માળીયાવાળાએ નોનવેજની દુકાને થડો પડાવી લેવા જેવી બાબતે તલવાર ધારીયા પાઈપ જેવા ઘાતકી હથિયાર સાથે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવેલ છે.