મોરબી, તા.ર૭
ગોરખીજડીયા કંડલા બાયપાસ હાઈવે પર પલક પેપરમીલમાં આગના બનાવના પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મોરબીના ગોર ખીજડિયા કંડલા બાયપાસ હાઈવે પર આવેલ પલક પેપરમિલના વેસ્ટ કચરામાં આજે ભીષણ આગ લાગી હતી. જે આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભારે દોડધામ મચી ગઇ હતી. આ બનાવની જાણ થતા મોરબી ફાયરબિગ્રેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ફાયરબ્રિગ્રેડનો સ્ટાફ ત્રણ ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઈટરનો કાફલો આગ પર પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા જેમને સારી જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યાનું જાણવા મળ્યું હતું.
મોરબી-કંડલા હાઈવે પર પેપર મિલના વેસ્ટ કચરામાં ભીષણ આગ

Recent Comments