મોરબી, તા.ર૯
મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત્‌ છે. જ્યારે આજે એકસાથે ૨૮ કેસ નોંધાતા કોરોના વિસ્ફોટ થયો છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો ગ્રાફ ૨૯૩ પર પહોંચી ગયો છે. મોરબીના વિવિધ સેન્ટરો પરથી લેવામાં આવેલા સેમ્પલોમાં ૨૨ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં નવી પીપળી ગામમાં રહેતા ૫૧ વર્ષીય, ૨૫ વર્ષીય, ૫૪ વર્ષીય, ૭૦ વર્ષીય મહિલા એમ ચાર મહિલાઓ તથા એક ૨૬ વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે. વધુમાં, મોરબીના વાવડી રોડ પર રહેતા ૪૧ વર્ષીય મહિલા, મહેન્દ્રનગર ખાતે રહેતા ૭૦ વર્ષીય પુરૂષ, ટંકારામાં રોહિશાળા ખાતે રહેતા ૨૩ વર્ષીય પુરૂષ, નેકનામ ગામમાં ઓનેરી કંપનીના ૫૩ વર્ષીય પુરૂષ, કોઠી શેરીમાં રહેતા ૬૫ વર્ષીય પુરૂષ, મોરબીના શનાળા રોડ પાર ખેરની વાડીમાં રહેતા ૫૮ વર્ષીય પુરૂષ, ભાંડિયાની વાડીમાં રહેતા ૩૬ વર્ષીય મહિલા અને ૩૩ વર્ષીય પુરૂષ, કાલિકા પ્લોટમાં શિવ સોસાયટી ખાતે રહેતા ૪૮ વર્ષીય પુરૂષ, મહેન્દ્રનગરના ૪૯ વર્ષીય પુરૂષ, ગ્રીન ચોક ખાતે રહેતા ૨૪ વર્ષીય પુરૂષ, આનંદનગરમાં રહેતા ૫૫ વર્ષીય પુરૂષ, રવાપર રોડ પર રહેતા ૫૯ વર્ષીય પુરૂષ, પંચાસર રોડ પર ૫૨ વર્ષીય પુરૂષ, વેજીટેબલ શેરીમાં રહેતા ૮૦ વર્ષીય મહિલા, ઘાંચી શેરીમાં રહેતા ૭૧ વર્ષીય પુરૂષ તથા પખાલી શેરીમાં રહેતા ૭૦ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત, મોરબીમાં રેપિડ કિટ દ્વારા લેવાયેલ સેમ્પલોમાં મોરબીના રવાપર રોડ પર નીતિન પાર્કમાં મંગલદીપ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા ૫૮ વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વધુમાં, રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી લેવાયેલ સેમ્પલોમાં મોરબીના સેવા સદન પાસે રોટરી નગરમાં રહેતા ૫૫ વર્ષીય પુરૂષ તેમજ નરસંગ મંદિર નજીક સુભાષનગર સોસાયટીની શેરી નં.૩માં રહેતા ૬૮ વર્ષીય તથા ૩૮ વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અમદાવાદની લેબોરેટરીમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં મોરબીના કાયાજી પ્લોટમાં રહેતા ૪૬ વર્ષીય તથા ૮૨ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આમ આજના ૨૮ પોઝિટિવ કેસ સાથે મોરબી જિલ્લાનો કુલ આંક ૨૯૩ થયો છે.