મોરબી, તા.ર૭
મોરબી જિલ્લામાં રવિવારે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં ૨૦ કેસ નોંધાયા બાદ મોડી રાત્રિના વધુ ૫ કેસ નોંધાયા છે. આ સાથે આજે રવિવારે રેકર્ડબ્રેક ૨૫ કેસ નોંધાયા છે, આમ જિલ્લામાં કુલ ૨૪૮ કેસ થઈ ગયા છે. જ્યારે એક કેસ માળિયા તાલુકામાં નોંધાયો છે જેમાં વેણાસર ગામે રહેતા ૧૬ વર્ષના સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માળિયામિયાણા તાલુકાનો પ્રથમ કેસ છે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં આજે રાત્રિના ૮ વાગ્યા સુધીમાં કુલ ૨૦ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ વધુ ૫ કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે આજના રેકર્ડબ્રેક કુલ કેસ ૨૫ થયા છે જેમાં ૧ માળિયા, ૩ હળવદ અને ૨૧ મોરબીમાં નોંધાયા છે, આમ જિલ્લાના કુલ કેસ ૨૪૮ થઈ ગયા છે.