મોરબી, તા.ર૧
મોરબી સેવાસદનમાં આવેલી સરકારી તાલુકા પુસ્તકાલયમાં છેલ્લા છ વર્ષથી આઉટસોર્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા મહાદેવભાઈ ગોહેલ અને નિર્મળાબેન ચુડાસમાને ધ્રાંગધ્રાથી આવતા ગ્રંથપાલ દ્વારા કોઈ કારણ આપ્યા વિના છુટા કરી દેવામાં આવ્યા છે. તેમજ કર્મચારીઓના ઓગસ્ટ-૨૦૧૭થી ઓક્ટોબર ૨૦૧૭ સુધીના પગાર બાકી હોય જે આપવાનું ના કહેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓને અત્યાર સુધી ૫૫૦૦ રૂપિયા પગાર મળતો હતો જે વધીને ૬૫૭૦ રૂપિયા કોન્ટ્રાકટ મારફત કરી આપેલ હોવાનું જણાવ્યું છે. જો કે આ પગાર આપવાની ના કહેવામાં આવે છે અને જૂના પગારમાંથી પણ કપાત કરવાનું કહે છે જેથી સરકારી પુસ્તકાલય પ્રાઈવેટ પ્રોપર્ટી હોય તેવું વર્તન દાખવવામાં આવતું હોવાનું જણાવીને અન્યાયનો ભોગ બનેલ કર્મચારી મહાદેવભાઈ ગોહેલ દ્વારા આ મામલે રાજ્યના ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરીને કર્મચારીઓને ન્યાય આપવાની માંગ કરી છે.