(સંવાદદાતા દ્વારા) મોરબી, તા.૨૨
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેની બેંક રોબરી કેસમાં ૬માથી ઝડપાયેલા ચાર આરોપીઓને ૧૦ દિવસના રિમાન્ડ પર લઈને પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. જેમાં નાસી છૂટેલા અન્ય બે આરોપીઓના નામો ખૂલ્યા છે, તેમજ આ બેંક રોબરીના ૬ આરોપીઓ ખુંખાર અપરાધી હોવાનો અને ઠંડા કલેજે હત્યા, મર્ડર, લૂંટના માસ્ટર માઈન્ડ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે અને આ તમામ આરોપીઓ ઉપર બેંક રોબરી મારધાડ અને ખૂનના અનેક ગંભીર ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું છે. પોલીસે બેંક રોબરી કરનાર ચાર આરોપીઓ મનદીપસિંગ પાલસિંગ જટ (ઉ.વ.૨૯), બલબીરસિંગ ઉર્ફે ગોલી જોગીન્દરસિંગ જટ (ઉ.વ.૨૫), અરૂણકુમાર શ્રીલાલચંદ મજબી (ઉ.વ.૩૦) તથા સંદીપસિંગ ઉર્ફે રવિ ગુરૂમેલસિંગ ગુર્જર (ઉ.વ.૩૦) રહે.ચારેય પંજાબવાળાને પિસ્ટોલ નંગ ૬ ધાડમાં ગયેલી બાર બોરની બંદૂક જીવતા કારતુસ નંગ ૧૩૧ રોકડા, રૂા.૬.૦૩ લાખ સ્વીફ્ટ કાર, ૩ મોબાઈલ મળીને કુલ રૂા.૯.૮૮ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને ૧૦ દિવસના રિમાન્ડ પર લીધા છે, જ્યારે નાસી ગયેલા બે આરોપીઓ રણજીતસિંગ ઉર્ફે રાણો બલબીરસિંગ મજબી અને સોનુસિંગ સતનામ સિંગ જટ રહે.પંજાબના નામો ખૂલ્યો છે, જ્યારે પોલીસની પૂછપરછમાં આ ચારેય આરોપીઓ ખૂંખાર અપરાધી હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ મોટો છે, જેમાં આરોપી મનદીપ વિરૂદ્ધ ૬થી ૭ વર્ષ દરમિયાન ડ્રગ્સનો કેસ બે ખૂની હુમલા રાયોટિગ ગુજરાતના ગોધરામાં લૂંટ અને આર્મ્સર્ એક્ટ હેઠળ સહિત કુલ ૮ જેટલા ગંભીર ગુના અને બીજો આરોપી અરૂણકુમાર વિરૂદ્ધ આંગડિયા લૂંટ સહિત ૭ લૂંટ બેંક રોબરી તેમજ ખૂની હુમલા અને મર્ડર સહિત ૧૬ ગુનાઓ અને ત્રીજો આરોપી સંદીપ વિરૂદ્ધ ૧૯ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ૨૦૧૨થી ૨૦૨૦ સુધી મર્ડર ખૂની હુમલા બેંક રોબરી ડ્રગ્સ સહિતના ૧૯ ગુનોઓમાં એ પંજાબમાં વોન્ટેડ છે, તેમજ બલબીરસિંગ બેંક રોબરી આર્મ્સર્ એક્ટ મર્ડર સહિતના ૬થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ખૂંખાર અપરાધીની ટોળકી પંજાબ હરિયાણા સહિતના રાજ્યોમાં બેંક રોબરી સહિતના ગુનોઓ કરવામાં માહેર છે. પંજાબ પોલીસ માટે આ ટોળકી માથાનો દુઃખાવો બની ગઈ હતી, ત્યારે મોરબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. બાકીના બે આરોપીઓને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.