અમદાવાદ,તા.૧૯
ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રબુભા માણેક દ્વારા મોરારીબાપુ ઉપર હુમલો પ્રયાસ કરતા જ વિવાદ વકર્યો છે. જો કે એક સંત ઉપર હુમલાના પ્રયાસ થાય તે નિંદનીય બાબત છે. આ મામલે કોંગ્રેસના રાજયસભાના સાંસદ અહમદભાઈ પટેલે ટવીટ કરીને કહ્યું હતું કે મોરારીબાપુ ઉપર થયેલા હુમલાને હું વખોડું છું. બીજાના વિચારો સાથે કોઈ સહમત ના પણ હોઈ, પરંતુ હિંસાને આપણા સમાજમાં સ્થાન નથી. એમ કહીને અહમદભાઈ પટેલે મોરારીબાપુ ઉપર હુમલાના પ્રયાસની ઘટનાની ઝાટકણી કાઢી છે. વધુમાં એક ટવીટ કરીને સાંસદ અહમદભાઈ પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને જન્મ દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું છે કે રાહુલ ગાંધીનું સ્વાસ્થ્ય સારૂં રહે અને સમૃદ્ધિ થાય તેવી કામના સાથે જન્મદિવસની શુભકામના.