મહુવા, તા.૧૯
દ્વારકાના સસ્પેન્ડેટ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે જેના વિરોધમાં ભાવનગર જિલ્લાના મહુવામાં તા.ર૦/૬/ર૦ર૦ શનિવારના રોજ બંધ રાખવામાં આવેલ છે. આ હુમલા અંગે મહુવાના મુસ્લિમ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા નગરને બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત, પબુભા માણેક તલગાજરડા બાપુ પાસે આવીને માફી માંગે તેવી લોકોની માગણી છે.