નવી દિલ્હી, તા.ર૪
મિસરની દૂરસંચાર કપની વોડાફોને લિવરપૂલની સાથે એક પ્રાયોજક (સ્પોન્સર) સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી અનુસાર દર વખતે જ્યારે પણ મિસરનો ફૂટબોલમાં સ્ટાર મોહંમદ સાલાહ ગોલ કરશે તેટલીવાર પોતાના ૪૩ લાખ ગ્રાહકોને ૧૧ મિનિટમાં નિઃશુલ્ક કોલની ઓફર કરશે. કલબના પ્રબંધ નિર્દેશક અને વોડાફોનના મુખ્ય કાર્યકારી અધિકારી દ્વારા બે સપ્તાહ પહેલા સ્પોન્સરશીપ સોદા પર હસ્તાક્ષર કરાયા હતા. પ્રસ્તાવ ર૦ માર્ચે શરૂ થયો અને સિઝનના અંત સુધી ચાલુ રહેશે. વોડાફોનના મૂલ્ય અનુસાર દરેક ગ્રાહક માટે ૧૧ મિનિટ મફત કોલ કરવાથી તેમને ૧૪૦ મિલિયન ડૉલર (૯૧૦ કરોડ રૂપિયાથી વધારે) ખર્ચ થશે અને પ્રીમીયર લીગની શરૂઆત બાદ મોહંમદ સાલાહના પ્રદર્શનની સાથે જ એવું લાગે છે કે દૂરસંચાર કંપની પોતાના ખિસ્સામાંથી ઘણું બધુ ખર્ચ કરવાની છે. સાલાહ અત્યાર સુધી ર૮ ગોલ કરનારો લીગનો ટોપ સ્કોરર છે. આ સાથે જ ટોટેનહેમનો હૈરીકેને ર૪ ગોલ પ્રાપ્ત કર્યા છે.