(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧
આણંદ જિલ્લાનાં હાડગુડ ગામમાં ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન સંચાલિત હુસેની હોસ્પિટલ દ્વારા તેમજ મોહદીસે આઝમ મિશન બ્રાન્ચ હાડગુડ દ્વારા મોહર્રમ નિમિતે દર્દીઓને ફ્રૂટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આણંદ સિવિલ હોસ્પિટલ માં પણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. નાતજાત વગર દરેક દર્દીને કીટ આપવામાં આવી હતી. સમગ્ર સેવાનું સંચાલન ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશનના પ્રમુખ મૌલાના સૈયદ પરવેઝ યમની સાહેબ તથા મોહદીસે આઝમ મિશન બ્રાન્ચ હાડગુડ પ્રમુખ સૈયદ મુનાફ અશરફી પઠાણ અલ્લારખાં (સામાજિક કાર્યકર )અને તેમની ટીમ દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું. તેમજ શેખ ઐયુબ ફોઝી (સામાજિક કાર્યકર ), મોહસીન સૈયદ, નૌશાદ અલી સૈયદ (બચ્ચન ), સૈયદ હિફજુ સૈયદ મુનાફ અશરફી, સૈયદ આઝમ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.