નબીપુર, તા.૩
લોક સેવા અર્થે ગુજરાતભરમાં કાર્યરત સેવાભાવી સંસ્થા મોહદ્દીસે આઝમ હીન્દ મિશન દ્વારા રેલ સંકટ દુષ્કાળ અને પર્યાવરણના પ્રકોપ વચ્ચે જરૂરિયાત મંદ લોકો ને મદદરૂપ થવાનું ભગીરથ કાર્ય કરી રહી છે હાલ મોહદ્દીસે આઝમ મિશન દ્વારા રાજ્ય કક્ષાએ “સત્ય માટે કરબલા નો જંગ”વિષય ઉપર સીમિત શબ્દોમા નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય કક્ષાએ ૫૧૩ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો સદર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નિર્ણાયક સમિતિ દ્વારા ગતરોજ પરિણામ જાહેર કરતા પ્રથમ ક્રમાંકે જુનાગઢ નો ઈમ્તિયાઝ ભાઈ તેમજ દ્વિતીય ક્રમે નબીપુર ગામના અદનાન મુસ્તાક હાફેજી નાઓ વિજેતા ઘોષિત કરાયા હતા મોહદ્દીસ એ આઝમ મિશન દ્વારા વિજેતાઓને અનુક્રમે રૂપિયા ૧૦,૦૦૦ તેમજ રૂપિયા ૫,૦૦૦ રોકડ પુરસ્કાર અપાયો હતો સાઉથ આફ્રિકાની વેન્ડા સ્થિત નબીપુર ની કમિટી દ્વારા પણ અદનાન હાફેજીને રૂપિયા ૨૦૦૦ પુરસ્કાર એનાયત કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અદનાન હાફેજી હાલ ૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૯૪ પર્સન્ટાઈલ તેમજ ગુજકેટની પરીક્ષામાં ૮૨ પર્સન્ટાઈલ સાથે ઉત્તીર્ણ થયા છે તેમની આ સિદ્ધિ બદલ તેના પરિવારજનો તથા ગામમાં ખુશીનું મોજું પ્રવર્તી જવા પામ્યું છે.