(એજન્સી) કોલકાતા, તા.૧૩
ક્રિકેટર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ થમવાનો નામ નથી લઈ રહ્યો. આ વચ્ચે શમીની પત્ની હસીન મામલામાં મીડિયાના દખલથી પરેશાન છે અને મંગળવારે મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે હસીન જહાંએ સવાલ પૂછવા પર ન માત્ર ગેરવર્તણૂક કરી પણ એક ખાનગી ચેનલના કેમેરાને પણ તોડી દીધો. શમી પર બીજી છોકરીઓ સાથે ખોટા સંબંધ રાખવાનો આરોપ લગાવી ચૂકેલી તેની પત્ની હસીન સતત મીડિયાના સવાલોનો સામનો કરી રહી છે. કોલકાતામાં સવાલ પૂછવા પર તેનો પારો એવો ચઢ્યો કે, એક ચેનલનો કેમેરો નીચે પાડી દીધો જેનાથી તે તૂટી ગયો. હસીન જહાંના વકીલ ઝાકિર એમ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, મીડિયા જબરદસ્તી મારી પાછળ પડેલું છે અને સોમવારે પણ અમને હેરાન કરવાનો પ્રયાસ કર્યો. વકીલ ઝાકિરે કહ્યું કે, મીડિયાને પણ સમજવું જોઈએ કે પ્રાઈવેટ સ્પેસ શું છે ? અમે અમારા સ્તર પર બધું સારું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીડિયા આને કોઈ યુદ્ધની જેમ દેખાડવામાં લાગેલો છે. આની વચ્ચે મોહમ્મદ શમીના સંબંધીઓએ રવિવારે હસીનના વકીલ સાથે મુલાકાત કરી. હસીનના વકીલે વાતચીત દરમિયાન વાત સ્વીકારી કે કોર્ટની બહાર કોઈ ઉકેલ નીકાળવામાં આવશે પણ આ વિશે કોઈ વિસ્તૃત જાણકારી આપવાનો તેઓએ ઈન્કાર કર્યો.