જોહાનિસર્બગ, તા.ર૭
સાઉથ આફ્રિકાની સામે વાન્ડેર્સમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન આજે ભારતે તેના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકાને જોરદાર પછડાટ આપી હતી અને દક્ષિણ આફ્રિકાને ૧૭૭ રનમાં ઓલઆઉટ કરીને ભવ્ય વિજય મેળવ્યો હતો. આમ ભલે દક્ષિણ આફ્રિકા ર-૧થી સીરિઝ જીતવામાં સફળ થયું હોય પરંતુ ભારતે અંતિમ ટેસ્ટ મેચ જીતીને છેલ્લી મેચમાં તેનું પલ્લું ભારે રાખ્યું હતું. અંતિમ ટેસ્ટ મેચમાં ભારચના ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ તેનું કૌવત બતાવીને પાંચ વિકેટો ઝડપી લઈ દક્ષિણ આફ્રિકાની કમર તોડી નાંખી હતી. તો શામીને અન્ય ફાસ્ટ બોલરો બુમરાહ અને ઈશાંત શર્માએ પણ બે-બે વિકેટ ઝડપીને સાથ આપ્યો હતો. ભારતીય બોલરોના શ્રેષ્ઠ દેખાવને પગલે દ.આફ્રિકા ૧૭૭ રનમાં જ સમેટાઈ ગયું અને ભારતે ૬૩ રનથી અણધારી જીત હાંસલ કરી લીધી હતી. દક્ષિણ આફ્રિકાના છ ખેલાડીઓ તો ડબલ આંકડા પર પણ પહોંચી શક્યા ન હતા. સાઉથ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં ર૪૧ રનનો ટાર્ગેટ પૂરો કરવા માટે મેદાનમાં ઉતારી હતી.
સ્કોર બોર્ડ
ભારત પ્રથમ ઈનિંગ ૧૮૭
દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગ ૧૯૪
ભારત પ્રથમ ઈનિંગ ર૪૭
દક્ષિણ આફ્રિકા બીજી ઈનિંગ
માર્કરામ કો.પટેલ બો.મો.શામી ૪
એલ્ગર અણનમ ૮૬
અમલા કો.પંડ્યા બો.શર્મા પર
ડિવિલિયર્સ કો.રહાણે બો.બુમરાહ ૬
ડુપ્લેસીસ બો.શર્મા ર
ડીકોક એલબી બો.બુમરાહ ૦
ફિલાન્ડર બો.મો.શામી ૧૦
ફેલુકવાયો બો.શામી ૦
રબાડા કો.પુજારા બો.કુમાર ૦
મોર્કલ બો.મો.શામી ૦
એન્ગીડી કો.કાર્તિક બો.મો.શામી ૪
વધારાના ૧૩
૭૩.૩ ઓવર ઓલઆઉટ ૧૭૭
વિકેટ પતન : ૧/પ, ર/૧ર૪, ૩/૧૩૧, ૪/૧૪૪, પ/૧૪પ, ૬/૧પ૭, ૭/૧પ૭, ૮/૧૬૦, ૯/૧૬૧, ૧૦/૧૭૭
બોલિંગકુમાર ૧૮-૪-૩૯-૧
મો.શામી ૧ર.૩-ર-ર૮-પ
બુમરાહ ર૧-૩-પ૭-૧
ઈશાન્ત ૧૬-૩-૩૧-ર
પંડ્યા ૬-૧-૧પ-૦