(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
વસિમ રિઝવી નામની એક વ્યક્તિ ગત નવેમ્બર માસમાં વાંધાજનક નિવેદનો માટે સમાચારોમાં આવી હતી જે મદ્રેસાઓ તથા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર ખુલ્લેઆમ આતંકવાદીનું લેબલ લગાવી રહ્યો હતો તથા બાબરી મસ્જિદ વિવાદમાં પાકિસ્તાનનો હાથ હોવાની શંકા ઉપજાવતો હતો. અને વચ્ચે બાબરી મસ્જિદના વિવાદાસ્પદ મુદ્દા માટે પોતાના સમાધાનની ઓફર પણ કરી જે હાલમાં કોર્ટમાં પડતર છે. શાંતિના નામે લખનઉના હુસૈનાબાદમાં તમામ મુસ્લિમ મસ્જિદની તરફેણ કરી રહ્યા છે અને હિદુઓના ધાર્મિક સ્થળથી દૂર રાખવા સંમત છે. હવે તે ભૂલી ગયા છે કે, આ વિવાદ કાયદાકીય વિવાદ છે અને આ મિલકત કોઇની સાથે બદલી શકાય તેવી નથી. રિઝવી હાલ શિયા વકફ બોર્ડના પ્રમુખ છે અને તેમની સામે ભ્રષ્ટાચાર અને અન્ય કેસો થયેલા છે. કેટલાક રાજ્યોમાં આ વકફ બોર્ડ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે. અને કેન્દ્ર સાથે જમીનનો સોદો થયેલો છે. રિઝવીની સામે તાજેતરમાં જ કેટલાક આરોપો લાગેલા છે અને તેમની સામે ફરિયાદો ન નોંધાય અને ફરી કેસો શરૂ ન થાય તે માટે તેઓ નિવેદનો આપી રહ્યા છે.
લખનઉની નારીવાદી તાહિરા હસને કહ્યું છે કે, રિઝવીએ એવું નિવેદન આપ્યું છે કે, મદ્રેસાઓ આતંકવાદીઓ પેદા કરે છે. તેઓ દેશમાં ઇસ્લામોફોબિયા ફેલાવી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, બાબરી મસ્જિદને લખનઉમાં લાવી શકાય છે પણ ભવિષ્યમાં તેની સામે કેવા સવાલો ઉઠી શકે છે. તેઓ જમીન અધિગ્રહણ અને છેતરપિંડીના પોતાની સામેના કેસોમાંથી બચવા માટે આ નિવેદનો આપી રહ્યા છે. લખનઉના જાણીતા ડોક્ટર રિઝા મેહદીએ પણ આવી જ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મીડિયા આ વ્યક્તિની આસપાસ કેમ ફરી રહ્યુ છે. તેઓ તાજેતરમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીના કન્વીનર અને સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનનો જમણો હાથ હતા અને આઝમખાનના પદને સમર્થન કરતા હતા. અને હવે તેઓ આ કેસોમાંથી બચવા માટે નિવેદનો આપી રહ્યા છે. આઝમખાનનો સંપર્ક કરાતા તેમણે કહ્યું હતું કે, હવે આ સવાલ રિઝવી અને તેમના ભગવાન વચ્ચેનો છે. રિઝવીને આ મુદ્દે લખનઉ કે યુપીમાં કોઇ દાદ આપી રહ્યું નથી તેથી તેઓ દિલ્હીમાં પોતાને મુસ્લિમ નેતા તરીકે ઉપસાવવા તલપાપડ થઇ રહ્યા છે. મેહદીએ કહ્યું કે, તેઓને શિયાઓના પાંચ મતો પણ ન મળી શકે.રિઝવી અગાઉ સમાજવાદી પાર્ટીના કોર્પોર્ટર હતા અને પોતાને શિયા મૌલાના જવ્વાદ સાથે જોડી રહ્યા છે. તેઓએ ૨૦૦૪માં શિયા વકફ બોર્ડના ચેરમેન બનવા માટે આ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્રણ વર્ષ બાદ તેઓ બહુજન સમાજ પાર્ટીમાં જોડાઇ ગયા હતા. વર્ષ ૨૦૦૯માં શિયા બોર્ડનો કાર્યકાળ સમાપ્ત થતા તેઓ જવ્વાદના સાળા કમાલુદ્દીમ અકબરનને બોર્ડના ચેરમેન બનાવ્યા હતા. એક વર્ષ બાદ ભ્રષ્ટાચારના આરોપો લાગતા અકબરે રાજીનામું આપ્યા બાદ રિઝવી બોર્ડના પ્રમુખ બન્યા હતા. ત્યારે જવ્વાદ અને રિઝવી વચ્ચેતિરાડ પડી અને બોર્ડને ભંગ કરવામાં આવ્યું. રિઝવી ફરીવાર સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને અકબર પર રાજકીય દબાણ લાવવા લાગ્યા. આ દરમિયાન સમાજવાદી પાર્ટીએ પણ રાજકીય રમત રમતા રિઝવીને જવ્વાદ અને તેમના પરિવાર પર હુમલા કરવામાટે છુટ્ટોદોર આપ્યો હતો. વર્ષ ૨૦૧૨માં જવ્વાદે વિરોધ પ્રદર્શનકરવાની ધમકી આપતા સમાજવાદી પાર્ટીએ રિઝવીને હાંકી કાઢ્યા હતા. જવ્વાદે ત્યારે રિઝવીને ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવા રાજ્ય સરકાર સામે માગ કરી હતી. ત્યારે યુપી સરકારે તપાસના આદેશ આપતા તેમની સામે છ મામલે ફરિયાદ નોંધવા કહ્યું હતું. તે સમયે અખબારોમાં ૪૫૦ કરોડ રૂપિયાનંું કૌભાંડ દેખાડવામાં આવ્યું હતું ત્યારે રિઝવી અને જવ્વાદ સામ-સામે આક્ષેપો કરી રહ્યા હતા. ત્યારબાદથી રિઝવીને મુસ્લિમ વિરોધી નિવેદનો આપવા કહેવાતા તેમને શિયા વકફ બોર્ડના ચેરમેન બનાવાતા તેમણે દેશમાં મુસ્લિમો માટે સૌથી વધુ નિર્ણય લેતી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પર પ્રતિબંધન માગ કરી હતી અને તેને આતંકવાદી સંગઠન ગણાવ્યંુ હતું.
રિઝવીના નિવેદનો ત્યારે શરૂ થયા જ્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તેમના સભ્ય સલમાન નદવી દ્વારા અયોધ્યામાંથી બાબરી મસ્જિદને ખસેડવાની ઓફર કરતા તેમને હાંકી કાઢ્યા હતા. નદવીએ આ નિવેદન શ્રી શ્રી રવિશંકરને મળ્યા બાદ આપ્યું હતું. રિઝવીએ બાદમાં મોટા પ્રહારો કરતાકહ્યું હતું કે, પાકિસ્તાન અને સઉદી અરબની આતંકવાદી સંસ્થા દ્વારા મુસ્લિમો પર સરમુખત્યારશાહી ચલાવાય છે. અને પર્સનલ લો બોર્ડ આતંકવાદી સંગઠનની શાખા છે.
બાદમાં રિઝવીને આ નિવેદનો બદલ ધમકી મળી હતી, રિઝવી અનુસાર શનિવારે રાતે તેને દાઉદ નામની કોઇ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને મદ્રેસાના શિક્ષણ તથા અન્ય મુદ્દાઓ પર મારા વલને લીધે મને તથા મારા પરિવારને ઉડાવી દેવાની ધમકી આપી છે. તેમણે સત્વરે આ અંગે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. અને તેમને રાજ્ય સરકાર તરફથી સુરક્ષા મળવામાં પણ વાર ન લાગી અને આતંકવાદીઓ તકફથી ભયને લીધે તેમણે સુરક્ષા પણ મેળવી લીધી. આ સંદર્ભે તેમના જુના પ્રતિદ્વંધી જવ્વાદને રિઝવી હવે ધરપકડ કરાવવા માગે છે. આ દરમિયાન જમીયત ઉલેમાએ હિંદે રિઝવી સામે ફરિયાદ નોંધાવી છે અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ રિઝવીને ફગાવતું નિવેદન જારી કર્યું છે. આ તમામ બાબતોએ રિઝવીને એક શિયા નેતા બનાવી દીધા અને મીડિયામા પ્રતિદ્ધી અપાવી દીધી ઉપરાંત તેમને વાંધાજનક નિવેદનો આપી સમાજમાં ભાગલા પડાવવા છૂટોદોર આપી દીધો. લઘુમતીઓ વિરૂદ્ધ આ પ્રોપેગન્ડાની ભાજપના નેતાઓ મજા માણી રહ્યા છે ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરતા પણ વધુ ભાજપના પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે.
મૌખિક ઝાડાની ગંદી બીમારીથી પીડાતા આ રિઝવી કોણ છે ?

Recent Comments