(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
બુધુવારે ફરી એક વાર રાજનીતિ અને તેના રંગો જોવા મળ્યાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યોરાપ થયા બાદ સંસદ ભવનમાં વડાપ્રધાન મોદી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ સામસામે આવ્યાં હતા અને એકબીજાનું અભિવાદન કર્યું હતું. સંસદ ભવન પર થયેલા આતંકવાદી હુમલાની ૧૬ મી વરસીએ મોદી અને મનમોહન મળ્યાં હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મોદી સહિત મનમોહનસિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ સંસદ ભવનમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદીએ મનમોહનસિંહ સાથે ગર્મજોશીથી મુલાકાત કરી હતી. મોદીએ મનમોહનનું હાથ જોડીને અભિવાદન કર્યું પછી બન્નેએ હાથ મિલાવ્યાં હતા. આ પહેલા મોદીએ ગુજરાત પ્રચારમાં મનમોહનસિંહ પર આક્ષેપબાજી કરી હતી. મોદીએ દાવો કર્યો કે કોંગ્રેસમાંથી બરખાસ્ત મણીશંકર એયરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક બાદ પોતાને નીચ ગણાવ્યાં હતા. મોદીએ કહ્યું હતું આ બેઠકમાં મનમોહનસિંહ પણ હાજર હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકબીજાની પર આરોપ-પ્રત્યારોપ કરનાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આજે એક લાઈનમાં સાથે આવ્યાં હતા. સંસદ પરિસરમાં મોદી અને મનમોહનસિંહ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસે અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા રાહુલ ગાંધી પણ સંસદ ભવનમાં હાજર રહ્યાં હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ સુષમા સ્વરાજ, રવિશંકર પ્રસાદ, લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓ એકબીજાને મળ્યાં હતા. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સોનિયા ગાંધી અને લાલકૃષ્ણ અડવાણી પણ આવ્યાં હતા. ૧૬ મી વરસી પર મોદી અને રાહુલની સાથે મનમોહનસિંહ, સોનિયા ગાંધી, ભાજપના વરિષ્ઠ નેતા અડવાણી સહિત સત્તા અને વિપક્ષના નેતાઓ ભારતીય જવાનોની શહાદતનું સન્માન કરવા માટે એક સાથે નજર પડ્યાં હતા. પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અને મણીશંકર ઐયરના ઘેર પાકિસ્તાની ઉચ્ચાયુક્તની બેઠક મળી હતી તેવા વડાપ્રધાન મોદીના ચૂંટણી રેલીના દાવાને જોરદાર રીતે ફગાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે મોદીના આક્ષેપો તથ્યવિહન છે. કોંગ્રેસે પણ મોદીના દાવાને અત્યંત બેજવાબદાર અને નિંદનીય ગણાવ્યાં અને મોદીની માફીની માંગ કરી. મોદીને જવાબ આપતાં રાહુલ ગાંધીએ આજની ચૂંટણી સભામાં કહ્યું કે મોદી જાપાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, વિશે વાતો કરી રહ્યાં છે પરંતુ આ ગુજરાતની ચૂંટણી છે અને થોડું ગુજરાત વિશે પણ બોલો તો ખરા.