(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
આણંદ જીલ્લા જમીયતે ઉલેમાના પ્રતીનીધી મંડળે કલેકટરની મુલાકાત લઈ ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા મોલાના સજ્જાદ નોમાની પર કરવામાં આવેલા રાષ્ટ્રદ્રોહનો જુઠો કેસ તાત્કાલીક પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર આપી તેમજ ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડનાં ચેરમેન સામો ભ્રષ્ટ્રાચારની તપાસ કરવાની માંગ કરી હતી. જમીયતે ઉલેમા આણંદના જનરલ સેક્રેટરી એમ.જી. ગુજરાતીના નેતૃત્વમાં મુસ્લીમ સમાજનું એક પ્રતીનીધી મંડળ કલેકટર દીલીપ રાણાને મળ્યું હતું. ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપતા એમ જી. ગુજરાતીએ જણાવ્યું હતું કે મોલાના સજ્જાદ નોમાની ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના પ્રવકતા અને સન્માનનીય વ્યકિત છે. મુસ્લીમ સમાજના અગ્રણી અને મોભી છે. કોમી એકતાના હીમાયતી અને દેશમાં અમન, શાંતી એકતા અને ભાઈચારો રહે તે માટે ખુબજ પ્રયત્નશીલ રહે છે. તેમજ દેશને તોડનારા ફાસીસ્ટ અને ભાગલાવાદી પરીબળોનો ચાહે તે ગમે તે જ્ઞાતિ કે સમાજના હોય તેઓનો સખ્ત વીરોધ કરે છે અને આ કારણે ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન વસીમ રીજવી કે જેઓની સામે લાખો કરોડો રૂા.ના કૌભાંડના આક્ષેપો થયેલા છે તેમજ લખનૌની જામા મસ્જીદના ઈમામ મોલાના મોહસીન તકવીએ પણ વસીમ રીજવીની જાહેરમાં ઝાટકણી કાઢી અને જણાવ્યું હતું કે તેમણે કહેલા કરોડોના કૌભાંડોની તપાસથી બચવા માટે વસીમ રીજવીએ ભાગલાવાદી પરીબળોના ખોળામાં બેસી મોલાના સજ્જાદ નોમાની પર મુસ્લીમ સમાજને ભડકાવવાનો આરોપ મુકી લખનૌના હજરત ગંજ ખાના પોલીસ સ્ટેશનમાં ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવર્તી કરવા બાબતનો ખોટો અને વાહીયાત કેસ કરેલ છે જે ખુબજ શરમજનક છે અને તેને સખ્ત શબ્દોમો વખોડી કાઢવામાં આવ્યો હતો અને સરકારને અપીલ કરી હતી કે મૌલાના સજજાદ નોમાની પર કરેલા કેસો પરત ખેંચવા જોઈએ તેમજ ખોટો કેસ કરવા અને મુસલમાનોમાં અફરા તફરી કરવા બદલ પોલીસ અને સરકારને ગેરમાર્ગે દોરવા બદલ સરકારે વસીમ રીજવી પર કેસ નોંધવો જોઈએ અને તેઓને ધરપકડ કરી તેઓને ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના ચેરમેન પદેથી બરતરફ કરી તેઓની વીરૂદ્ધ કૌભાંડોની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી તેમજ મૌલાના સજ્જાદ નોમાની પર કરેલા તમામ કેસો પરત ખેંચી તેઓની સામે કરેલા તમામ કેસોમાંથી મુકત કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જમીયતે ઉલેમાના આણંદ જીલ્લા અધ્યક્ષ મુફતી ઈલ્યાસ, ઈદ્રીશભાઈ દવાવાળા, મર્સી ફાઉન્ડેશનના અબ્દુલકુદુસ, મસ્જીદે ઈનામના પેસ ઈમામ હાફેજ ઈકબાલ સારોદી, ઓલ ઈન્ડીયા ઉલેમા કાઉન્સીલના મોલાના લુકમાન તારાપુરી, સામાજીક કાર્યકર અસીમ ખેડાવાળા, સાહીદઅલી બાપુ, રીયાજ વ્હોરા, આણંદ શહેર કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ ઐયુબભાઈ બતોલા, જાવેદભાઈ સોજીત્રાવાળા, અબ્દુલહક બોરસદવાળા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.