(એજન્સી) નવી દિલ્હી, તા.૨
દેશના ફાયર સર્વિસ વિભાગ અને માહિતી મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, ઉત્તર મ્યાનમારમાં જેડની ખાણમાં ભૂસ્ખલન થતા ૧૧૦ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ૨૦૦ લોકો વધુ તેની નીચે દટાયેલા છે. કાચિન રાજ્યના હાટકાંત વિસ્તારમાં ખીણમાં મજૂરો પથ્થરો તોડવાનું કામ કરી રહ્યા હતા ત્યાં ભારે વરસાદના કારણે મોટી કાદવની લહેર આવી અને તે મજૂરો તેમાં દટાઈ ગયા. ફાયર વિભાગે આ જાણકારી તેના ફેસબુક પોસ્ટ પર આપી છે. ફેસબુક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં ૧૧૦ લોકોના મોત થયા છે. અમે બચાવ કાર્ય કરી રહ્યા છીએ. નોંધનીય છે કે, હાટકાંતની આ ખીણોમાં જીવલેણ ભુસ્ખલ અને અકસ્માતોની આવી ઘટનાઓ ખુબ સામાન્ય છે પરંતુ આ વખતે ૧૧૦ લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે અને હજુ પણ ત્યાં ૨૦૦થી વધુ લોકોના દટાયા હોવાની આશંકા છે. ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે.