(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૪
અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ રોહિંગ્યા મુસ્લિમોનું જીવન મૃત્યુદંડ બનાવવા બદલ મ્યાનમાર સરકારની ટીકા કરી હતી. સંયુક્ત રાષ્ટ્રની સિક્યોરિટી કાઉન્સિલમાં તેમણે પોતાના ભાષણની શરૂઆત બાંગ્લાદેશમાં શરણાર્થી રોહિંગ્યા નૂર કાદીરની વાતથી કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમણે સૈનિકોના હુમલાઓનો સામનો કરી જીવ બચાવ્યો હતો અને છ દિવસ પછી તેમણે પોતાના મિત્રોની સામૂહિક કબર મળી આવી હતી.
હેલીએ કહ્યું કે મ્યાનમાર વારંવાર કત્લેઆમ અને સામૂહિક કબરોનો ઈન્કાર કરે છે અને ‘આતંકવાદીઓ’ વિરૂદ્ધ લડતનો દાવો કરે છે પરંતુ એ દિવસે કાદિરને જે મળી આવ્યું તેનાથી સાબિત થાય છે કે સેનાને ખબર છે કે તે જે કરી રહી છે તે ખોટું છે પરંતુ વિશ્વને જણાવવા માંગતી નથી. હેલીએ આ સાથે અન્ય બે સામૂહિક કબર અને હત્યાકાંડના પુરાવા મળી આવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા.