વડોદરા, તા.૨૧
વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજની આસપાસના વિસ્તારમાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું તે બંધ કરીને નવાયાર્ડ વિસ્તારમાં લઇ જવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારની પ્રજાને આરોગ્યની સેવા મળતી નથી. જેથી આ વિસ્તારમાં ફરી આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. વિસ્તારના રહીશો એ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈન પ્રમાણે ૫૦,૦૦૦ની વસ્તીમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાનો હોય છે. તેવી સમયે વર્ષોથી ચાલતા શાસ્ત્રી બ્રિજ પાસેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બંધ કરી દેવામાં આવ્યું હતું અને નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા યાર અમરનગરમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેથી આ વિસ્તારમાં આવેલી વસાહતોનાના લોકોને આરોગ્યની સુવિધાથી વંચિત કરવામાં આવ્યા હતા. આ અંગે આજે સ્થાનિક રહીશોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે શાસ્ત્રી બ્રિજ નીચેના વિસ્તારમાં આવેલી વસાહતોમાં ૨૦,૦૦૦થી વધુ લોકો રહે છે. તેઓ માટે અલગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઊભી કરવામાં આવે. જેથી હાલની પરિસ્થિતિમાં લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળી રહે તેમ છે.