(એજન્સી) તા.૮
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે ભોપાલના કોંગ્રેસના ધારાસભ્ય આરીફ મસૂદની પ્રશંસા કરતા કહ્યું કે, આરીફ જેવો યુવા ધારાસભ્ય મધ્યપ્રદેશના ઈંદોર, મંદસોર, રતલામ, ગ્વાલિયર જેવા શહેરોમાં લઘુમતી સમુદાય પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં લોકોનો અવાજ બનીને ઉભો છે તેથી હું આરીફ મસૂદ સાથે લઘુમતી સમુદાય પર થઈ રહેલા દમન સામેની લડાઈ છેલ્લા શ્વાસ સુધી લડીશ. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના નેતૃત્વ હેઠળ મુખ્ય સચિવ અને ડીજીપીને મધ્યપ્રદેશમાં કોમી ઘટનાઓને લઈને મેમોરેન્ડમ આપ્યું, આ પ્રસંગે ધારાસભ્ય આરીફ મસૂદ, પ્રદેશના કોંગ્રેસના લઘુમતી વિભાગના સંચાલક મુજીબ કુરેશી, ઈંદોર શહેરના કાઝી અબુ રેહાન સાહેબ, ઉજ્જૈનના મૌલાના તૈયબ અને હાફિઝ અય્યુબ સાહેબ સહિત વિવિધ જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.