અમદાવાદ,તા.૩
મધ્યપ્રદેશની ભાજપ સરકારે નર્મદા બંધના વિસ્થાપિતોના પુનઃવસન માટે ચુકવવાના નાણાં ગુજરાત સરકારે અંદાજે રૂા.૭૦૦ કરોડ જૂન ર૦૧૭ પહેલાં મધ્યપ્રદેશના હવાલે કર્યા હતા. તેમ છતાં વિસ્થાપિતો સુધી આ રકમ પહોંચાડવામાં મધ્યપ્રદેશની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી હતી. એટલે મેધા પાટકરે આંદોલન કરીને મધ્યપ્રદેશ સરકાર ઉપર દબાણ ઉભું કર્યું એટલે વિસ્થાપિતોના હકના પુનઃવસનના નાણાં ફાળવવામાં આવ્યા એટલે સરદાર સરોવર બંધની ૧૩૮.૯ર મીટરની કુલ ક્ષમતા સુધી પાણી ભરવાની અનુમતિ ગુજરાત મેળવી શકયું હતું. એટલે સરદાર સરોવર બંધમાં પાણી ભરવાની મંજૂરી મેધા પાટકરના આંદોલનને આભારી છે તેમજ મધ્યપ્રદેશ સરકારની બેદરકારીને લીધે નર્મદા બંધની ઉંચાઈ ૪૦૦ ફુટ સુધી વધારવામાં અવરોધ સર્જાયો હતો. એમ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે વધુમાં તેમણે કહ્યું હતું કે વર્ષ ર૦૦૬માં નર્મદા ડેમની ઉંચાઈ વધારવા માટે કોંગ્રેસ પક્ષ સહિતનું ગુજરાત સર્વપક્ષીય ડેલીગેશન કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારના તત્કાલિન વડાપ્રધાન ડો. મનમોહનસિંહને મળી મધ્યપ્રદેશમાં વિસ્થાપિતોનું તાત્કાલિક પુનઃવર્સન થાય તેમજ ્પ્રોજેકટના વધતા જતા ભારણને નિવારણા માટે સમયાંતરે નર્મદા બંધની ઉંચાઈ ૪૦૦ ફુટ સુધી વધારવા માટે વિનંતી કરી હતી. આ સર્વપક્ષીય ડેલીગેશનની વિનંતીને ગ્રાહ રાખી તત્કાલિન ડો. મનમોહનસિંહની સરકારે કોર્ટમાં ગુજરાત અને મધ્યપ્રદેશ વતી બાંહેધરી પત્ર રજૂ કરી મધ્યપ્રદેશ પુનઃવર્સનની કામગીરી પૂર્ણ ન કરે ત્યાં સુધી પાણી ભરવાના નિયંત્રણની શરતોને આધિન કોર્ટની મંજૂરી અપાવી હતી. આ મંજૂરી મળ્યેથી ગુજરાત સરકાર દ્વારા નર્મદા બંધની ઊંચાઈ ૪૦૦ ફૂટ સુધી લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ મધ્યપ્રદેશ સરકારની વિસ્થાપિતોને પુનઃસ્થાપિત કરવાની વિલંબિત ગુનાહિત બેદરકારીના કારણે ૪૦૦ ફૂટ ઉપર પપ ફૂટના દરવાજા લગાવવાની મંજૂરીમાં અવરોધ સર્જાયો હતો. ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૬થી ર૦૧૪ સુધી કોર્ટને મધ્યપ્રદેશની ભાજપ સરકારે બાંહેધરીઓ આપેલ તેમાં તે નિષ્ફળ નીવડી. જો મેધા પાટકરે મધ્યપ્રદેશ સરકાર ઉપર દબાણ ઊભું કર્યું ન હોત તો સરદાર સરોવર બંધ ઉપર દરવાજા ચડાવ્યા પછી પણ તેની કુલ ક્ષમતા સુધી પાણી ભરવાની મંજૂરી મેળવી શકાઈ ન હોત.
મ.પ્ર. સરકારની બેદરકારીને લીધે સરદાર સરોવર બંધની ઊંચાઈ વધારવામાં અવરોધ આવ્યો

Recent Comments