(એજન્સી) તા.૧૦
એક જર્મન ટ્યુનિશિયન દાઈશ વિધવા જે યુરોપ પાછા ફરવામાં સફળ થઈ હતી અને હેમબર્ગમાં એક અનુવાદક તરીકે કામ કરતી હતી તે દાઈશ જૂથના સભ્યપદ અને એક ૧૩ વર્ષની યઝીદી છોકરીને ગુલામ બનાવવામાં તેની ભૂમિકા બદલ સાડા ત્રણ વર્ષથી જર્મનીની જેલમાં છે. ઓમેમા અબ્દીએ જાણીતા દાઈશ ફાઈટર ડેનિશ ડેસો ડોગ કસ્પર્ટ જોડે લગ્ન કર્યા હતા. કસ્પર્ટ એક પૂર્વ જર્મન રેપર છે. જેને પણ સજા થઈ હતી કારણ કે તે તેના બાળકોની કાળજી લેતો ન હતો અને તે એક કલેશનિકોવ ધરાવતો હતો. ૩૬ વર્ષીય જર્મન-ટ્યુનિશિયનને સાડા ત્રણ વર્ષની કેદની સજા કરાઈ હતી. જો કે સરકારી વકીલોએ વધુ તીવ્ર લગભગ પાંચ વર્ષની કડક સજાનો આગ્રહ કર્યો હતો. અબ્દી વિશે એવું માનવમાં આવે છે કે તેણે સીરિયા જવા માટે જર્મની છોડી દીધું હતું. અને ર૦૧પની શરૂઆતમાં તેના ત્રણ બાળકો અને પ્રથમ પતિ નાદેર હાદરા સાથે ત્યાં સ્થાયી થઈ હતી. બાદમાં તેના પ્રથમ પતિના અવસાન પછી તેણે ર૦૧૬માં સીરિયા ભાગી જતા અગાઉ કસ્પર્ટ સાથે લગ્ન કરી લીધા હતા. કસ્પર્ટ દાઈશમાં સૌથી બદનામ કમાન્ડરોમાંથી એક બની ગયો હતો અને જૂથના પ્રચાર વીડિયોમાં ઘણી વખત દેખાઈ આવતો હતો. જેમાં એક વખત તેણે એક માણસનું કપાયેલું માથું પકડી રાખયું હતું. મ્યુઝિક રેપરમાંથી દાઈશ ફાઈટર બનેલો કસ્પર્ટ. આ જૂથમાં ર૦૧રમાં જોડાયો હતો અને બાદમાં ર૦૧૮માં અમેરિકી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. જોકે બીજી બાજુ ત્યાં પાછળ જર્મનીમાં અબ્દીએ શાંત જીવન જીવવાનો પ્રયાસ એક અનુવાદક તરીકે કર્યો, તે પછી એક લેબેનીઝ તપાસ પત્રકાર જેનન મુસાએ ર૦૧૯માં તેને ઉઘાડી પાડી. તેનો મુખવટો ઉતારી નાખ્યો હતો. મુસાએ અબ્દીના ફોન રેકોર્ડસની માહિતી મેળવી હતી જે ર૦૧૮ના અંતમાં સીરિયામાં ખોવાઈ ગયો હતો. આ ફોનમાં હજારો ફોટાઓ અને વાતચીતના સ્ક્રીનશોટસ હતા જેનાથી દાઈશમાં અબ્દીના સભયપદની વિગતો અને દાઈશમાં તેની ભૂમિકા છતી થઈ હતી. ગુમ થયેલા ફોનમાં અબ્દી અને તેના પ્રથમ પતિ નાદેર હાદરા વચ્ચેની વાતચીત મળી આવી જેમાં ૩૬ વર્ષીય અબ્દી હાદરાને કહે છે કે તે હાદરાને પ્રેમ કરે છે અને તેને હાદરાની જરૂર છે. જો કે તેની સુનાવણી દરમ્યાન અબ્દીએ દાવો કર્યો હતો કે તેના બંને લગ્નો અપમાનજનક અને અત્યાચાર ભરેલા હતા. તેનાથી વિપરીત ફોનમાં ફોટાઓ અને આ ૩૬ વર્ષીય મહિલા બંને લગ્નેત્તર સંબંધોથી ખુશ જણાતી હતી. મુસા દ્વારા એકત્રિત કરાયેલા પુરાવાઓ અબ્દી વિરૂદ્ધ કેસમાં ઉપયોગમા લેવાયા હતા.