(એજન્સી) સાના/ઇબ્બ તા.ર૭
ધ ઇન્ટરનેશનલ હ્યુમેનેટેરિયન મેડિકલ ઓર્ગેનાઈઝેશન મેડિસિન્સ સેન્સ ફ્રન્ટીયર્સ (એમ.એસ.એફ.)એ જાહેરાત કરી છે કે ચામડીનો ચેપી રોગ ખંજવાળ યમનની આંતરરાષ્ટ્રીય વિસ્થાપિત વસ્તીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જેનો અંદાજ લગભગ ૪૦ લાખ લોકો છે. આ રોગ ઇબ્બ પ્રાંતની કેમ્પોમાં ફેલાયો છે જ્યાં વિસ્થાપિતોની વસ્તી સૌથી વધુ અને ગીચ છે.
ટ્‌વીટર ઉપર લખેલ એક નિવેદનમાં સંસ્થાએ જણાવ્યું છે કે, “નબળી સ્વચ્છતા અને ગીચ વસ્તીના લીધે કેમ્પસમાં રહેતા લોકોમાં ઝડપથી ખંજવાળનો રોગ ફેલાઈ રહ્યું છે. એમણે જણાવ્યું કે એમ.એસ.એફ.ની ટીમે આ રોગ સામે લડવા ઇબ્બના દક્ષિણ પશ્ચિમ શહેરની રાજધાની “૨૨ મે”માં આવેલ કેમ્પથી પ્રયાસો શરુ કર્યા છે.
ચાર ટીમો ઘરેઘરે સર્વે કરી અસર પામેલ લોકોને સારવાર અને સ્વાસ્થ્યની માહિતી કેમ્પમાં રહેતા કુટુંબોના ૧૧૦૦૦ લોકોને આપી રહી છે. એમને કપડાઓ, ધાબળાઓ, ગાદલાઓ અને સ્વાસ્થ્ય કિટો એન.જી.ઓ. તમદિન યુથ ફાઉન્ડેશન અને યમન વુમન યુનિયનના સહયોગ સાથે વહેંચ્યા હતા.
યમનમાં ખૂબ જ ગીચ વિસ્તાર ધરાવતું પ્રાંત ઇબ્બ ૨૦૧૪ના વર્ષથી હૌથીઓની રાજધાની સાનાને કબજે કરાઈ હોવાથી આ પ્રાંત હૌથીની આગેવાની હેઠળના સંગઠનના કબજા હેઠળ છે. યમનના બાળકો આંતરરાષ્ટ્રીય વિસ્થાપિતોની વસ્તીના ૨૦ લાખ બાળકો છે. યુનીસેફે કહ્યું હતું કે ૧૨ મિલિયન લોકોને તાત્કાલિક માનવીય મદદની જરૂર છે. એમણે ચેતવણી આપી છે કે આ વર્ષના અંત સુધીમાં ૫ વર્ષથી ઓછી વયના ૨.૪ મિલિયન બાળકોમાં કુપોષણ જોવાશે. જે દેશના બાળકોની વસ્તીના અડધા છે.