(એજન્સી) સના,તા.૧૦
યમનમાં બળવાખોરોના કબ્જા હેઠળના વિસ્તારમાં ભયંકર પૂર આવવાથી ૧૩૦થી વધુ લોકાના મોત થયા છે અને ૨૬૦થી વધુ ઘરોને નોંધપાત્ર નુકસાન થયું છે, હૌથી બળવાખોરોએ રવિવારે માહિતી આપી હતી.
હૌથીના સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે બળવાખોરોના કબ્જા હેઠળના દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદના લીધે ૧૨૪ લોકો ઘવાયા પણ છે. જેમાં રાજધાની સના અને એના ઐતિહાસિક જૂના શહેર પણ સમાવિષ્ઠ છે.
હજ્જાહ અનેહોદેઇદા પ્રાંતમાં ભારે વરસાદના લીધે ૧,૬૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. ઉત્તરીય હૌદીઓ સઉદી આરબના સમર્થનથી મીલીટરીના સહયોગ સાથે ૨૦૧૫ના વર્ષથી દક્ષિણમાં સરકાર સામે યુદ્ધ લડી રહ્યા છે. યુ.એન.ના અધિકારીઓ જણાવે છે કે આ વિશ્વની સૌથી મોટી માનવીય આપત્તિ છે જેમાં અંદાજે ૮૫૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. વધુમાં પહેલેથી જ દેશમાં સામાજિક, આર્થિક અસ્થિરતા છવાયેલ છે એવામાં કોરોના વાયરસના લીધે યમનના લોકોની મુશ્કેલીઓમાં વધારો થવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે.
Recent Comments