(એજન્સી) તા.૭
હૌથી બળવાખોર જૂથે બુધવારે કહ્યું હતું કે તેણે ઉત્તરી યમનમાં સઉદીના એક જાસૂસ ડ્રોનને નીચે ઉતારી લીધુ હતું. (હૌથી)ના હવાઈ સંરક્ષણે બુધવારે બપોરે અલ-જૌફ પ્રાંતના અલ-મહારમા વિસ્તારમાં સઉદી હવાઈ દળની માલિકીવાળા એક માનવહીન જાસૂસ વિમાનને નીચ ઉતારી દીધું હતું. એમ તેમના પ્રવકતા યાહ્યા સારીએ ટવીટર પર જણાવ્યું હતું સારીએ જણાવ્યું હતું કે એ ડ્રોન શત્રુપૂર્ણ કૃત્યો ચલાવતો હતો, જો કે તેમણે વધુ વિગતો આપી નથી. સઉદીના ડ્રોનને નીચે ઉતારવાની ઘટનાને જૂથ દ્વારા ફિલ્માવવામાં આવ્યું હતું. યમનમાં સઉદીની આગેવાનીવાળા અરબ ગઠબંધને હૌથીના આ દાવા અંગે કોઈ ટિપ્પણી કરવાની બાકી છે. ર૦૧૪થી યમન હિંસા અને અંધાધૂંધીથી ઘેરાયેલુ છે, જયારે ઈરાન સમર્થિત હૌથી વિદ્રોહીઓએ પાટનગર સનઆ સહિત દેશના મોટા ભાગોને આવરી લીધા છે. વર્ષ ર૦૧પમાં આ સંકટ વધી ગયું હતું જયારે સઉદીના નેતૃત્વવાળા ગઠબંધને હૌથીની પ્રાદેશિક સિદ્ધીઓને પાછી લેવાનું લક્ષ્ય રાખીને વિનાશક હવાઈ હુમલા અભિયાન શરૂ કર્યું હતું. યુએન ઓફિસ દ્વારા જણાવ્યા અનુસાર, માનવતાવાદી બાબતોના સંકલનને લઈને, યમનમાં થયેલા આ સંઘર્ષે અત્યાર સુધી ર,૩૩,૦૦૦ જેટલા લોકોનો ભોગ લીધો છે.