(એજન્સી) તા.ર૦
ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રાઈટસ એન્ડ ડેવલપમેન્ટ અને રાઈટસ રડાર ફાઉન્ડેશને ખુલાસો કર્યો હતો કે યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)એ યમનમાં રાજકીય અને ઉચ્ચ સ્તરીય અધિકારીઓની હત્યા કરાવવા માટે ૪પ૦ જેટલા ભાડૂતી હત્યારાઓને રોકયા છે. જીનિવામાં યોજાયેલા યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટસ કાઉન્સિલના ૪પમા સત્રમાં આ બંને માનવાધિકાર સંસ્થાઓએ રજૂ કરેલા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘ધ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર રાઈટસ એન્ડ ડેવલપમેન્ટ અને રાઈટસ રડાર ફાઉન્ડેશન યમનમાં ભાડૂતી હત્યારાઓ દ્વારા કરવામાં આવતી હત્યાઓ અંગે ખૂબ જ ચિંતિત છે. આ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું હતું કે યુ.એ.ઈ.એ યમનમાં ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને રાજકરણીઓની હત્યા કરવા માટે ભાડૂતી અમેરિકન હત્યારાઓ રોકયા છે. તેમણે એડન અને અન્ય શહેરોમાં અનેક ઓપરેશનો બહાર પાડ્યા છે. જેમાં ડઝનબંધ રાજકારણીઓની હત્યા કરવામાં આવી છે. આ ભાડૂતી હત્યારાઓએ યમનમાં માનવાધિકારોનો ભંગ કર્યો છે.