(એજન્સી)                                                               તા.પ

યમનમાં હૌથી વિદ્રોહી સમૂહે રવિવારે દાવો કર્યો કે તેમણે દેશના ઉત્તરમાં સઉદી અરબ સીમા પાસે એક ટોહી ડ્રોનને તોડી પાડ્યું છે.  સમૂહના પ્રવક્તા યાહ્યા સાયરે જણાવ્યું કે, “અમે સઉદી અરબના જાજન શહેરની પાસે યમનના ઉત્તરમાં હરદમાં એક યુએસ-નિર્મિત આરકયુ-ર૦ પ્યુમા શૈલી દ્રોહી વિમાનને તોડી પાડ્યું છે.  તેમણે  આ પણ જણાવ્યું કે, ઓપરેશનને સૂચના કેન્દ્ર દ્વારા નોંધવામાં આવ્યું હતું.  યમન ર૦૧૪ પછીથી હિંસા અને અરાજકતામાં ઘેરાઈ ગયું છે. જ્યારે હૌથી વિદ્રોહીઓએ રાજધાની સના સહિત દેશના વધુ પડતા ભાગો પર કબજો કરી લીધો.  આ સંકટ ર૦૧પમાં વધી ગયું જ્યારે સઉદીના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધને હૌથી ક્ષેત્રીય લાભ મેળવવાના ઉદ્દેશથી વિનાશકારી અભિયાન શરૂ કર્યું.  માનવામાં આવે છે કે નાગરિકો સહિત દસેક હજારો યમનીઓને સંઘર્ષમાં મારી નાખવામાં આવ્યા છે. જેનાથી વિશ્વનું સૌથી ખરાબ માનવીય સંકટ ઊભું થયું છે કારણ કે લાખો લોકો ભૂખમરાના જોખમમાં છે.