(એજન્સી) તા.૩
અરબ ગઠબંધન દ્વારા સમર્થિત યમની સુરક્ષા દળોએ શુક્રવારે માહરાના પશ્ચિમ પ્રાંતમાં પાટનગર અલ-ઘયદાહ શહેરમાં દરોડા પાડી ત્રણ અલ-કાયદાના આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને બે અન્ય આતંકીઓની ધરપકડ કરી હતી. સ્થાનિક મીડિયા અને રહેવાસીઓએ જણાવ્યું કે અહીંના ગુપ્ત ઠેકાણા પર તેઓ સંતાયેલા હતા. શુક્રવારે અલ-ઘયદાહ શહેરના ઘણા જિલ્લાઓમાં મોટા વિસ્ફોટોથી ધ્રૂજારી મચી ગઈ હતી. જ્યારે સુરક્ષા દળોએ એક ઈમારત પર દરોડા પાડ્યા હતા. જેથી બંદૂક-ગોળીઓવાળું યુદ્ધ ચાલુ થઈ ગયું હતુ. એક રહેવાસીએ ટેલિફોન દ્વારા અરબ-ન્યુઝને નામ ન જાહર કરવાની શરતે જણાવ્યું હતું કે વિસ્ફોટોથી સમગ્ર શહેર રાત્રે ૨ઃ૩૦ વાગ્યે ધ્રૂજવાનું ચાલુ થઈ ગયું હતુ અને તે નવ કલાક સુધી ચાલુ રહ્યું હતું. સુરક્ષા સત્તાવાળાઓએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો, સ્થાનિક મીડિયાએ કહ્યું કે જ્યારે સુરક્ષા દળો ઈમારતમાં પ્રવેશવા જઈ રહ્યાં હતા એક અલ-કાયદા આતંકવાદીએ વિસ્ફોટકોથી ભરેલો તેને બેલ્ટ ઉડાવી દીધો, જેમાં તે પોતે અને બીજા બે માર્યા ગયા. યમનમાં અલ-કાયદા જેને અરબી દ્વીપકલ્પમાં અલ-કાયદા તરીકે પણ ઓળખાય છે. તેને ૨૦૧૬ની શરૂઆતથી જ જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, જ્યારે અરબ ગઠબંધન સમર્થિત યમની દળોએ દક્ષિણ યમનમાં આતંકીઓને તેમના મુખ્ય ગઢમાંથી તગેડી મૂક્યા હતા અને મોટી સંખ્યામાં તેમના સંચાલકો માર્યા ગયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકાર અને સ્વતંત્રતા તરફી દક્ષિણ ટ્રાન્ઝિશન પરિષદ (જી્‌ઝ્ર)એ ગુરૂવારે દમનો કેદીઓની અદલા-બદલી કરી હતી, જેઓ આ વર્ષની લડાઈ વખતે પકડાયા હતા. એક અધિકારીએ કહ્યું “કેદીઓની અદલ-બદલ સફળ મધ્યસ્થી સાથે અબ્યાનના શેખ સાલેમ વિસ્તારમાં પૂર્ણ થઈ હતી” યમનના સંરક્ષણ મંત્રી લેફ્ટન્ટ જનરલ મોહમ્મદ અલી અલ-મકદાશીએ જણાવ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે, અમારા લોકો જ વિજયી થશે અને હૌથી અને ઈરાનીઓના પ્રોજેક્ટ ટકી શકશે નહીં. સત્તાવાર સમાચાર એજન્સી એસએબીએ અનુસાર એમ જણાવાયું.