રવિવાર ૩૦ ઓગસ્ટના રોજ યવ્મે આશૂરાનો દિવસ છે આ જ દિવસે ઈરાકના કરબલાના મેદાનમાં નવાસએ રસુલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને તેમના ઘરવાળાઓ મળી કુલ ૭ર જાંનિસાર સાથીઓએ યઝીદના હજારોના લશ્કરને ધૂળ ચાટતા કરી ઈસ્લામના પરચમને બુલંદ કર્યો હતો અને યઝીદ પલિતની બયઅત કબુલ ન કરી શહીદ થવાનું પસંદ કર્યું હતું. આ શહીદોની મહાનતમ શહાદતની યાદમાં યવ્મે આશૂરા મનાવવામાં આવે છે. આ દિવસે દર વર્ષ રાજયભરમાં તાજિયાના જુલૂસ પણ કાઢવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને કારણે જુલૂસને પરવાનગી ન અપાતા પોતપોતાના વિસ્તારમાં જ તાજિયાની ઝિયારત કરાવવામાં આવી રહી છે તહેવારને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.