(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
યસ બેન્ક મુદ્દે ઈડીએ અનિલ અંબાણીને સમન્સ પાઠવ્યું છે. ઈડીએ અંબાણીને હાજર રહેવા કહ્યું છે. ૧૬ માર્ચના રોજ હાજર રહેવાનું હતું પરંતુ તેઓ ઈડી સમક્ષ હાજર રહ્યા ન હતા. હવે નવી તારીખ અપાશે. યસ બેન્કના ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ રાણા કપૂર સાથે અનિલ અંબાણીના સંબંધો અંગે પૂછપરછ માટે તેમને બોલાવ્યા હતા. યસ બેન્કના સંકટ મુદ્દે રાણા કપૂર મની લોન્ડરીંગના આરોપોનો સામનો કરી રહ્યા છે. અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ગ્રુપને યસ બેન્કે જંગી ધિરાણ કર્યું છે. અનિલ અંબાણીની કંપનીઓ દ્વારા યસબેન્ક પાસેથી લીધેલા ધિરાણમાં ૧ર,૮૦૦ કરોડનું એનપીએ થઈ ગયું છે. અનિલ અંબાણી સમૂહ, એરસેલ, આઈએલએફએસ, ડીએચએફએલ અને વીડિયોકોન યસ બેન્કના મોટા કર્જદાર છે. રાણા કપૂર હજુ ઈડીની અટકાયત હેઠળ છે. રિલાયન્સ ગ્રુપે કહ્યું છે કે યસ બેન્કના પૂર્વ સીઓ રાણા કપૂર તેમની પત્ની-પુત્રી કે પરિવાર દ્વારા ચલાવાતી કંપનીઓ સાથે તેમનો કોઈ સંપર્ક કોઈ રહ્યો નથી. દેશના ૧૦ મોટા ઉદ્યોગપતિઓની ૪૪ કંપનીઓ પાસે યસ બેન્કનું ૩૪૦૦૦ કરોડનું કર્જ બાકી છે. જે બેન્કને નાણાકીય સંકટમાં લઈ જવા માટે મોટું કારણ છે.