અમદાવાદ, તા.૬
યશ બેંક કટોકટીમાં છે અને ડુબી જશે એવ અહેવાલ આવ્યા બાદથી યશ બેંકના ખાતાધારકોમાં વ્યાપક ચિંતાની સાથે સાથે દહેશત ફેલાઈ ગઈ છે. આજે યશ બેંકની શાખાઓ ઉપર લોકોને જોરદાર ઘસારો રહ્યો હતો. એટીએમની બહાર પણ લોકોની લાઈનો લાગી હતી. લોકો પોતાના પૈસા ઉપાડવા માટે ઉત્સુક અને ઉતાવરમાં દેખાયા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં બલકે રાજ્યના અન્ય વિસ્તારોમાં યશ બેંકની શાખાઓ પર લોકોની લાંબી લાઈનો લાગી હતી. યશ બેંકના શેરની કિંમત કોઈ સમય ૧૪૦૦ રૂપિયા સુધી પહોંચી હતી. જે આજે ઘટીને ૫.૯૫ રૂપિયા સુધી થઈ હતી. યશ બેંકના શેરમાં ઘટાડાની શરૂઆત અવિરત જારી છે. રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ યસ બેંકના ખાતાધારકોને બેંકમાંથી ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમ વીડ્રો કરવા પર રોક લગાવી દીધી છે. જેથી મહાનગરોમાં યસ બેંકના એટીએમ બહાર ગ્રાહકોની લાંબી લાઈન લાગી હતી. તો કેટલીક જગ્યાએ યસ બેંકના એટીએમ ખાલી થઈ ગયા હતા. આ જ પ્રકારે યસ બેંકની ગુજરાતભરની શાખાઓ અને એટીએમ પર પણ લાંબી લાઇનો લાગી હતી. લોકો બેંકમાંથી પોતાના પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી લાઇનો લગાવી રીતસરની પડાપડી કરી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં તો લોકોની લાંબી લાઇનો અને હાલાકીના વરવા દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલીક શાખાઓ પર તો બેંકના સ્ટાફ કર્મચારીઓ અને ખાતેદારો વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું. જેને પગલે ગુજરાતભરની યસ બેંકની તમામ શાખાઓની બહાર પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો કે જેથી કોઇ અનિચ્છનીય બનાવ બને નહી. યસ બેંકમાં છેલ્લાં ઘણાં સમયથી નાણાંકીય અનિયમિતતાના સમાચારો આવી રહ્યાં છે. જેથી લોકો ભારે ચિંતા વચ્ચે પોતાના પૈસા ઉપાડવા લાંબી લાઇનો લગાવી બેંક પર ઉમટયા હતા. બેન્કોમાં લાંબી કતારો લાગી છે ત્યારે બેન્કનું સર્વર ડાઉન જતાં પૈસા ઉપાડની પ્રક્રિયામાં વિલંબ આવી થઇ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં વિવિધ શાખાઓ પર બેંકના સ્ટાફ દ્વારા ૫૦થી ૮૦ ટોકન જ પૈસા માટે અપાતા હતા અને બાદમાં ટોકન આપવાનું બંધ કરી દેવાયું હતું, જેને લઇને ખાતેદારોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. બેંકના સ્ટાફ કર્મચારીઓ અને ખાતેદારો વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણના બનાવોને ધ્યાનમાં લઇને યસ બેંકની દરેક શાખાએ ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજીબાજુ, ગઇકાલ રાતથી જ ખાતેદારો બેન્કના એટીએમ બહાર લાંબી લાઈનો લગાવીને બેન્કમાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. આજે પણ યસ બેન્કના એટીએમ બહાર લાંબી લાઈન લાગી હતી. લોકોને ફરી એકવાર નોટબંધીની યાદ અપાવતી લાઈનો લગાવીને ઉભા રહેવાની ફરજ પડી છે, જેના કારણે લોકોએ સરકાર અને સમગ્ર તંત્ર પર ભારોભાર આક્રોશની લાગણી ઠાલવી હતી.