(એજન્સી) નવી દિલ્હી,તા.૭
પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે યસ બેંકની ખરાબ હાલત માટે એનડીએ સરકારને જવાબદાર ઠેરવી છે. ચિદમ્બરમે આરોપ મુકયો કે એનડીએ રાજમાં યસ બેંકની બેડ લોનમાં ઝડપી વધારો થયો. તે માટે નોટબંધી પણ જવાબદાર છે.
પી. ચિદમ્બરમે એક ટવીટ કરી યસ બેંકના ર૦૧૪થી ર૦૧૯ સુધીના બેડ લોનના આંકડા જાહેર કર્યા. જેમાં ભાજપની નજર હેઠળ લોનના આંકડા વધ્યા હતા.
– ર૦૧૪માં-પપ૦૦૦ હજાર કરોડ.
– ર૦૧પમાં ૭પ૦૦૦ હજાર કરોડ.
– ર૦૧૬માં ૯૮૦૦ હજાર કરોડ.
ર૦૧૭માં ૧,૩ર,૦૦૦ હજાર કરોડ.
ર૦૧૮માં, ર,૦૩,૦૦૦ હજાર કરોડ.
ર૦૧૯માં ર,૪૧,૦૦૦ હજાર કરોડ બેડ લોન અપાઈ હતી.
તેમણે કહ્યું કે નાણામંત્રીએ યુપીએ સરકાર પર આરોપ લગાવી એક નિવેદન કર્યું છે. પરંતુ નાણામંત્રીને મે ટવીટ કરેલા આંકડાની જાણકારી છે ? તેઓ બતાવે કે કેવી રીતે લોન બુક પાંચ વર્ષમાં પપ,૬૩૩ કરોડથી વધીને ર,૪૧,૪૯૯ કરોડ થઈ ગઈ ? તેમણે સવાલ કર્યો કે સ્ટેટ બેંકે શા માટે યસ બેંકમાં રોકાણ કરવું જોઈએ ? સ્ટેટ બેંકે પહેલાં યસ બેંકની લોન બુક જોવી જોઈએ. લોન વસૂલ કરવી જોઈએ. જમાકર્તાઓને આશ્વાસ આપવું જોઈએ કે તેમના પૈસા સુરક્ષિત છે અને પરત મળશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે ગુરૂવારે જમાકર્તાઓ માટે ઉપાડની મર્યાદા પ૦ હજાર કરી હતી. બેંક માટે વહીવટદાર પણ નિમાયા હતા. રીઝર્વ બેંકે સરકાર સામે ચર્ચા કર્યા બાદ જમાકર્તાઓના હિતોના રક્ષણ માટે આ કદમ ઉઠાવ્યું છે. યસ બેંક દ્વારા ઉપાડ મર્યાદા લાદી દીધા બાદ ડીપોઝિટરોમાં અફરાતફરી મચી છે.
કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે સંકટગ્રસ્ત યસ બેંકને તારવાની સ્ટેટ બેંકની યોજના તર્કહીન છે. જે બેંકનું મૂલ્ય શૂન્ય છે તેને ૧૦ રૂા. પ્રતિશેરના ભાવે ખરીદવાની એસબીઆઈની યોજના વિચિત્ર છે. મને લાગતું નથી કે એસબીઆઈ સ્વૈચ્છાએ યસ બેંકને બચાવવાના અભિયાનમાં આવી છે.