(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૭
પાટડી તાલુકાના બજાણા રેન્જ ફોરેસ્ટ ઓફીસની જગ્યામાં આવેલ વિશાળ તળાવમાં વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં વિદેશથી યાયાવર પક્ષીઓ પાટડી તાલુકાના આવેલ તળાવની આસપાસ આવતાં હોય છે અને ચાર મહિના અહિં વસવાટ કર્યા બાદ ગરમીની શરૂઆત થતાં પરત ફરે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ઠંડીની મોસમમાં પેન્ટાસ્ટોક, સ્યુનબીલ, ઈગ્રેટ, લેસર ફલેમીંગો, ગ્રેટર ફલેમીંગો, ગાજ હંસ, બાર હેડગર્લ, પેલીકન, અબોસેટ, કોરમોરન્ટ, ગ્રે હેરોન, કુંજ જેવા વિવિધ વિદેશી પક્ષીઓ ઉમટી પડયાં છે જેને જોવા માટે દેશ વિદેશથી મોટીસંખ્યામાં લોકો અહિં આવી રહ્યાં છે આ પક્ષીઓને અહિં ખાવા માટેની વનસ્પતિ તથા પુરતો ખોરાક મળી રહે છે અને પક્ષીઓને કોઈ લોકો નુકશાન ન પહોંચાડે તે માટે બજાણા ફોરેસ્ટ વિભાગનાં ભરતભાઈ છાંસીયા સહિતના અધિકારી અને કર્મચારી દ્વારા રાત-દિવસ આ વિસ્તારમાં પેટ્રોલીંગ અને ચેકીંગ હાથધરવામાં આવે છે. જ્યારે આ તમામ પક્ષીઓ અહિંથી માર્ચ મહિનામાં વિદાય લે છે વિદેશથી આવતાં પક્ષીઓને અહિં ખોરાક તથા વાતાવરણ અનુકુળ આવે છે આથી દર વર્ષે મોટીસંખ્યામાં વિદેશી પક્ષીઓ અહિં આવી વસવાટ કરે છે અને લોકો તેને જોવા ઉમટી પડે છે.
Recent Comments