નવી દિલ્હી,તા.૮
એમિરેટ્‌સ ક્રિકેટ બોર્ડે સમર્થન આપતા જણાવ્યું છે કે, ‘જો ભારત આ વર્ષની આઇપીએલ કોરોના વાયરસના ફેલાવાને કારણે પોતાને ત્યાં ન રાખવાનું નક્કી કરીને સ્પર્ધા રદ કરવા વિચારતું હોય તો અમે અમારે ત્યાં તેમની એ સ્પર્ધા રાખવા તૈયાર છીએ.’ જો ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારી ટી ટ્‌વેન્ટી વર્લ્ડ કપ કોવિડ-૧૯ને લીધે રદ કરવામાં આવે તો ભારત એ સમયગાળામાં આઇપીએલ રાખવા વિચારે છે. જોકે, યુએઈ બોર્ડ અગાઉ પોતાને ત્યાં એક વાર આઇપીએલ યોજાઈ ગઈ હોવાથી એ અનુભવને આધારે ફરી આયોજન કરવા ઉત્સુક છે. શ્રીલંકા બોર્ડ પણ આઇપીએલ રાખવા તૈયાર છે.