(એજન્સી) તા.ર૧
૨૦૦ રાજનીતિ નિષ્ણાતો અને અમેરિકાને જનતાએ મળીને ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ૨૨૯ વર્ષના લોકતંત્રના સૌથી ખરાબ પ્રેસિડન્ટ તરીકે પસંદ કર્યા છે. ગ્રેટ પ્રેસિડન્ટ સર્વેમાં ટ્રમ્પ ૪૪માં એટલે કે, સૌથી અંતિમ સ્થાન પર રહ્યા. આ સર્વેમાં અમેરિકાના પ્રેસિડન્ટ્‌સને તેઓની ઉપલબ્ધિઓ, અસફળતાઓ, વિવાદો, છબી અને તેમના કાર્યકાળમાં દેશની પરિસ્થિતિના આધારે ૧૦૦માંથી પોઇન્ટ્‌સ આપવામાં આવ્યા. ૧૦૦ નંબર મેળવવાનો અર્થ છે સૌથી સારાં અને ઝીરોનો અર્થ છે સૌથી ખરાબ. આ સ્કેલ પર ટ્રમ્પને સૌથી ઓછા ૧૨ પોઇન્ટ મળ્યા છે. જ્યારે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાને સર્વેમાં ૭૧ પોઇન્ટ્‌સની સાથે ૮મું સ્થાન મળ્યું છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા પદથી હટાવ્યા બાદ વધુ લોકપ્રિય બની ગયા છે. તેઓના રેન્કિંગમાં ૧૦ સ્થાનનો સુધારો આવ્યો છે. ૪ વર્ષ પહેલાં થયેલા ગત સર્વેમાં ઓબામા ૧૮માં સ્થાન પર હતા, ત્યારથી તેઓ આ પદ પર યથાવત છે.
– હવે આ સર્વેમાં ઓબામા ૭૧ પોઇન્ટની સાથે ૮માં સ્થાન પર આવી ગયા છે. તેઓ છેલ્લાં ૩૮ વર્ષમાં પસંદ કરવામાં આવેલા અમેરિકન પ્રેસિડન્ટ્‌સમાં સૌથી લોકપ્રિય છે. ૧૯૮૦માં રોનાલ્ડ રીગનથી લઇને આજ સુધી જેટલાં પણ પ્રેસિડન્ટ બન્યા છે, તમામ આ રેન્કિંગમાં ઓબામાંથી નીચે જ છે.
– સર્વેમાં અબ્રાહમ લિંકનને સૌથી સારા પ્રેસિડન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓને ૧૦૦માંથી ૯૫ પોઇન્ટ્‌સ મળ્યા છે. ૯૩ પોઇન્ટની સાથે જ્યોર્જ વોશિંગ્ટન બીજા સ્થાને છે.
– સર્વેમાં ભાગ લેનારા ૫૭ ટકા લોકો ડેમોક્રેટિક, ૧૩ ટકા રિપબ્લિકન અને ૨૭ અન્ય વિચારધારાવાળા લોકો હતા.
– ટ્રમ્પની ઉપર અમેરિકાના ૧૫માં પ્રેસિડન્ટ જેમ્સ બુકૈનન રહ્યા, જેઓને ૧૫ પોઇન્ટ મળ્યા.
– આમ તો બિલ ક્લિન્ટર ૧૩માં સ્થાને છે, પરંતુ હિલેરી ક્લિન્ટરના પ્રેસિડન્ટ અભિયાન બાદ તેઓની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે, તેઓ પાછલા રેન્કિંગથી ૫માં સ્થાન નીચે આવી ગયા છે.
૫ સૌથી સારા પ્રેસિડન્ટ
૧. અબ્રાહમ લિંકન
૨. જ્યોર્જ વોશિંગ્ટન
૩. ફ્રેન્કલિન રૂઝવેલ્ટ
૪. થિયોડર રૂઝવેલ્ટ
૫. થોમસ જેફરસન
૫ સૌથી ખરાબ પ્રેસિડન્ટ
૧. ડોનાલ્ડ ટ્રમ્પ
૨. જેમ્સ બુકૈનન
૩. વિલિયમ હેનરી હેરિસન
૪. ફ્રેન્કલિન પીયર્સ
૫. એન્ડ્ર્યુ જોનસન
છેલ્લાં ૫ પ્રેસિડન્ટનું રેન્કિંગ
૧. બરાક ઓબામા ૮
૨. જ્યોર્જ ડબલ્યુ બુશ ૩૦
૩. બિલ ક્લિન્ટર ૧૩
૪. જ્યોર્જ એચ ડબલ્યુ બુશ ૧૭
૫. રોનાલ્ડ રીગન ૯