(એજન્સી) તા.૯
પેલેસ્ટીની મૂળના અમેરિકન નાગરિક ફેડી કાદદૌરાએ યુએસ ઈન્ડિયાના સેનેટનું સભ્યપદ મેળવ્યું છે, તેની સાથે રાજ્ય વિધાનસભામાં તેઓ પ્રથમ અરબ મુસ્લિમ ચૂંટાયા છે અને તે ત્રીજા પેલેસ્ટીની છે જે યુએસ ચૂંટણી ર૦ર૦માં વિજયી થયા છે અને તેમના હરીફ,દ જ્હોન રક્કેલચૌસને પરાજીત કરી દીધા છે. ડેમોક્રેટ કાદદૌરાએ રક્કેલચૌસને પર ટકાથી ૪૮ ટકા વચ્ચે હરાવ્યા અને સ્પુટનિકે જણાવ્યા અનુસાર ૯૮ ટકા મત ગણતરી પછી તેઓ ૩૮૦૦થી વધુ મતો મેળવી વિજગી થયા હતા. અરબી વંશના અમેરિકન નાગરિક ફેડી કાદદૌરા ૧૯ વર્ષ પહેલા કોમ્પ્યુટર વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે પેલેસ્ટીન છોડીને અમેરિકા આવ્યા હતા. યુએસમાં કેટરીના વાવાઝાડું ત્રાટક્યા પછી તેમણે પોતાનું ઘર ગુમાવી દીધું હતું અને પરિવાર સાથે એક મુશ્કેલ સમય પસાર કર્યો હતો. સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ તેમને અને તેમના પરિવારને આ આકરી કસોટીને પાર કરવામાં મદદ કરી હતી અને આજે તેઓ ડેમોક્રેટિક પાર્ટીને ટેકો આપનારા પ્રથમ અરબી મૂળના મુસ્લિમ છે.