(એજન્સી) સના, તા. ૨૨
વિશ્વમાં માટી-ઇંટોથી બનેલી ભવ્ય ઇમારતોમાંથી એક યમનનું પ્રતિષ્ઠિત સીયુન પેલેસ દેશમાં ભારે વરસાદ અને યુદ્ધની વચ્ચે અવગણનાનો શિકાર બનીને તૂટી જવાના ઓથાર હેઠળ આવી ગયું છે. ૧૯મી સદીનું આ મહેલ સામાન્ય રીતે સુલ્તાન અલ-કાથીરીના નામે ઓળખાય છે અને ત્યાં રહેનારા બ્રિટિશના સંયુક્ત શાસક સુલ્તાનનું નામ અપાયું છે. આ વાસ્તવમાં એક મહેલ છે પણ ૧૯૨૦માં તેને ખતમ કરી દેવાયું હતુ અને એડનના બ્રિટિશ સંરક્ષણવાદીઓના ભાગ તરીકે ઓળખાય છે. તેને યમનની ૧,૦૦૦ રિયાલ બેંકનોટના ખર્ચથી તૈયાર કરાયું હતું. ૧૯૮૦માં સાત માળના આ મહેલને મ્યુઝિયમ જાહેર કરાયું હતું અને હવે ઐતિહાસિક ઇમારતોના નવીનીકરણ માટેના નિષ્ણાત એન્જિનિયરે તેના તૂટી પડવાનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી છે. માળખાના મુખ્ય ભાગ, દિવાલો, છતોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે અને તેનું સમારકામ કરવાની જરૂર હોવાનુંં જણાવાયું છે તથા તેની સતત જાળવણી કરવાની એન્જિનિયર અબ્દુલ્લાહ બરમાડા દ્વારા ચેતવણી આપવામાં આવી છે. પ્રાતંના ઐતિહાસિક ઇમારત તથા મ્યુઝિયમના પ્રમુખ હુસૈન ઐદરોસે કહ્યું છે કે, યમનમાં સીયુન માટી-ઇંટોથી બનેલી સૌથી મહત્વની ઇમારત છે અને સમગ્ર અરબ જગતમાં વિખ્યાત છે. આ વિસ્તારમાં ભારે પૂર આવવાથી અનેક લોકો માર્યા ગયા હતા જ્યારે મહેલનેે પણ ઘણું નુકસાન થયું હતું. ૧૬મી સદીના શિબામ શહેરમાં આવેલું આ મહેલ બદલાતા વાતાવરણનું પણ ભોગ બન્યું છે. યુનેસ્કોએ તેને ઐતિહાસિક વારસાઓમાં પણ સ્થાન આપ્યું છે.