૩૦મી સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવાના આદેશથી ેંય્ઝ્રના વલણને
બળ મળ્યું, સુપ્રીમે કહ્યું, આંતરિક સમીક્ષા પૂરતી નથી • રાજ્યો પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર છે પરંતુ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો અધિકાર નથી, જે રાજ્યો મહામારી વચ્ચે પરીક્ષાઓ યોજવા માગતા નથી તેઓ પરીક્ષા રદ કરવા મુદ્દે ેંય્ઝ્રને જાણ કરી પરીક્ષા આગળ વધારવા કહી શકે છે : સર્વોચ્ચ અદાલત
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્નાતકના કોર્સમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ ૩૦મી સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ યોજવા અંગેનો સુપ્રીમ કોર્ટે આજે આદેશ જારી કર્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, યુનિવર્સિટીઓએ અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવી જ પડશે. કોર્ટે સાથે જ એવું પણ જણાવ્યું કે, જે રાજ્યને લાગે છે કે તે હાલ આ પરીક્ષાઓ યોજવાની સ્થિતિમાં નથી તેઓ યુજીસીને જાણ કરી શકે છે. રાજ્યો અંતિમ વર્ષની પરીક્ષા વિના વિદ્યાર્થીઓને પ્રમોટ કરી શકે નહીં. આ રીતે ૩૦મી સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવાના યુજીસીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહોર મારી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સાથે જ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો પાસે વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના આગામી કક્ષામાં પ્રમોટ કરવા અથવા ડિગ્રી આપવાનો અધિકાર નથી. જોકે, તેમની પાસે પરીક્ષા રદ કરવાનો અધિકાર છે. તેઓ યુજીસીને પરીક્ષાની તારીખો આગળ વધારવા માટે કહી શકે છે. યુનિવર્સિટીની અંતિમ વર્ષની પરીક્ષાઓ અનિવાર્ય છે પરંતુ એ જરૂરી નથી કે, તેનું આયોજન ૩૦ સપ્ટેમ્બરથી જ હોય. તેની તારીખો આગળ વધારી શકાય છે અને તે માટે રાજ્યો યુજીસી સાથે વાત કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરીક્ષા રદ કરવાના રાજ્યોના આદેશને જાળવી રખાયો છે અને રાજ્યોને પરીક્ષા રદ કરવાનો અધિકાર છે પણ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો અધિકાર નથી. કેટલાક રાજ્યોના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સત્તાવાળા દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય યથાવત રહી શકે છે અને યુજીસી આ મામલે દખલ કરી શકે નહીં. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લાગે છે કે, ૩૦મી સપ્ટેમ્બરથી પરીક્ષા યોજવી જોખમી છે તો યુજીસીએ તારીખો આગળ વધારવી જોઇએ અને ૩૦મી સપ્ટેમ્બરથી જ પરીક્ષા યોજવાના નિર્ણય પર અડગ રહેવું જોઇએ નહીં.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, પંજાબ અને ઓડિશા સહિત મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએ આ પરીક્ષાઓ રદ કરવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય અંતિમ વર્ષની પરીક્ષાઓ વગર સ્ટુડન્ટ્સને પ્રમોટ ન કરી શકે. આદિત્ય ઠાકરેની યુવા સેના સહિત અનેક અરજીઓમાં કોરોના વાયરસ સંકટની વચ્ચે પરીક્ષાઓ રદ કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીઓમાં સ્ટુડન્ટ્સની સામે આવનારા પડકારોનો હવાલો આપતાં કહેવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક સંસ્થાન વાયરસના સંકટના કારણે બંધ છે. માંગ કરવામાં આવી હતી કે તેના કારણે પરીક્ષા રદ કરી દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યોએ સ્ટુડન્ટ્સને પ્રમોટ કરવા માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ હેઠળ રાજ્યોમાં મહામારીને જોતાં પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી શકે છે અને તારીખ નક્કી કરવા માટે યુજીસીની સલાહ લેવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, જે રાજ્ય ૩૦ સપ્ટેમ્બર સુધી અંતિમ વર્ષની પરીક્ષા યોજવા ઈચ્છુક નથી, તેમણે યુજીસીને તેની જાણકારી આપવી પડશે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો ચુકાદો સંભળાવ્યો જેને ૧૮ ઓગસ્ટે આ વિષય પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે સ્ટુડન્ટ્સે પાંચ સેમેસ્ટર પૂરા કર્યા છે અને તેમના ક્યૂમીલેટીવ ગ્રેડ સીજીપીએના આધાર પર ફાઇનલ યરનું પરિણામ જાહેર કરી શકાય છે. યુજીસીએ સપ્ટેમ્બરના અંત સુધી પરીક્ષાઓ આયોજિત કરવાનો આદેશ આપ્યો હતો. યુજીસીએ તર્ક આપ્યો હતો કે પરીક્ષા સ્ટુડન્ટ્સના શૈક્ષણિક ભવિષ્યની રક્ષા કરવા માટે યોજવામાં આવી રહી છે અને પરીક્ષાઓ વગર ડિગ્રી ન આપી શકાય.
Recent Comments