(એજન્સી) તા.૧૫
યુનિસેફના કાર્યકારી નિર્દેશક હેનરીએટા ફોરે ગુરૂવારે જાહેરાત કરી કે યમન પૃથ્વી પર બાળકો માટે સૌથી જોખમકારક સ્થળ છે. તેમજ યમન પૂર્ણ પતનના કિનારે છે. તેમણે જણાવ્યું કે ૮૦ ટકાથી વધુ લોકોને તાત્કાલિક માનવીય સહાય અને સુરક્ષાની જરૂર છે. તેમાં ૧ર મિલિયન બાળકો સામેલ છે. જેમનું જીવન એક ભયાનક ખરાબ સ્વપ્ન છે. તેમણે ઉમેર્યું કે આ બાળકો માટે કદાચ પૃથ્વી પર સૌથી ખતરનાક સ્થળ છે. એક બાળકનું રોગથી દર ૧૦ મિનિટમાં મૃત્યુ થાય છે. ર૦૧પથી હજારો લોકો મૃત્યુ પામ્યા છે. પાછલા અઠવાડિયે ૧૧ લોકોના મોત થયા છે. જેમાં એક ૧ મહિનાનું બાળક પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે દેશમાં સહાય સિસ્ટમ અને પાયાસ્વરૂપ માળખા હોસ્પિટલો અને સ્કૂલોથી લઈને પાણી અને સ્વચ્છતા સિસ્ટમ શું પતનના કગાર પર છે. સંપૂર્ણ દેશમાં કોરોના મહામારી વ્યાપક રીતે ફેલાઈ રહી છે. આ બધાના માધ્યમથી અમારી માનવીય ટીમો લડાઈ, લોકડાઉન અમલદારશાહી અડચણોનો સામનો કરી રહી છે. તે લાખો લોકો સુધી પહોંચવા માટે જેમને અમારી જરૂરત છે. અમારૂં માનવું છે કે કેટલાક બાળકો માટે અકાળ જેવી સ્થિતિ પહેલાં જ શરૂ થઈ ગઈ છે.
Recent Comments