(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કોંગ્રેસની આગેવાની પૂર્વવતી યુપીએ સરકાર પર સીધો હુમલો કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બેન્કો પર કેટલાક માનીતા ઉદ્યોગ ગૃહોને કરોડો રૂપિયાની લોન આપવા માટે બેન્કો પર દબાણ કરવામાં આવ્યું હતું અને આ રીતે ૨ જી કરતાં પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું. ઓદ્યોગિક સંગઠન ફિક્કીના મંચ પરથી ઉદ્યોગપતિઓ અને યુપીએ સરકાર પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે જ્યારે સરકારમાં બેઠેલા કેટલાક લોકો દ્વારા બેન્કો પર દબાણ કરીને કેટલાક માનીતા ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવી હતી ત્યારે ફિક્કી જેવી સંસ્થા ક્યાં હતી. ફિક્કીની ૯૦ મી મહાસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આ દરમિયાન મોટા મોટા ઉદ્યોગપતિઓને લાખો કરોડો રૂપિયાની લોનની લહાણી કરવામાં આવી હતી. મેદીએ કહ્યું કે પહેલાની સરકારોએ સરકારની નીતિઓની કેવી રીતે દુર્દશા કરી તેની તેમને ખબર નથી. ફિક્કી આ અંગે સર્વે કર્યો હતો કે નહીં. આજકાલ એનપીએ પર જે રીતનો હો-હલ્લો થઈ રહ્યો છે તે પહેલાની સરકારમાં બેઠેલા અર્થશાસ્ત્રીઓનો હાલની સરકારને આપવામાં આવેલો સૌથી મોટો બોઝ છે. બેન્કિંગ સિસ્ટમમાં અર્થવ્યવસ્થા અને એનપીએની શણશ્યા અંગે અગાઉની સરકાર પર હુમલો જારી કરતાં તેમણે કહ્યું કે સાથીઓ, બેન્કિંગ સિસ્ટમની આ દુર્દશાને સારી કરવા માટે સરકાર લગાતાર પગલાં ભરી રહી છે.બેન્કોના હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકોનું હિત સલામત રહેશે ત્યારે તો દેશનું હિત સલામત રહેશે.બેન્કો પર એનપીએના બોજને કૌભાંડ ગણાવતાં મોદીએ કહ્યું કે આ એનપીએ યુપીએ સરકારનું સૌથી મોટું કૌભાંડ હતું. કોમનવેલ્થ, ટુ-જી, કૌલસા કૌભાંડ કરતાં પણ મોટું કૌભાંડ હતું. જે લોકો મોન રહીને બધું જોઈ રહ્યાં હતા શું તેમને ભાનમાં લાવવાની કોશિસ કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવી. મોદીની આ ટીપ્પણીને પરોક્ષ રીતે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર જોવામાં આવી. મોદીએ બિલ્ડરોની મનમાની અને ગ્રાહકોને ફ્લેટ મળી રહેવામાં થઈ રહેલા વિલંબ પર બોેલતાં કહ્યું કે કેમ એવું થયું કે બિલ્ડરોની મનમાનીની ખબર સરકાર સુધી ન પહોંચી શકી. જિંદગીભરની કમાણી બિલ્ડરોને આપી દીધાં છતાં પણ ઘર મળી રહ્યું નહોતુોં. આરઈઆરએ જેવા કાયદા પહેલા પણ બનાવી શકાતા હતા પરંતુ ન બનાવવામાં આવ્યાં. મધ્યમ વર્ગની આ મુસીબતને મારી સરકારી સમજી અને બિલ્ડરોની મનમાની પર લગામ મૂકી.