(એજન્સી) નવી દિલ્હી,તા.૩
પ્રસિધ્ધ કથાકાર દેવકીનંદન ઠાકુર પર પત્રકારની પત્ની સાથે દુર્વ્યર્વહારની ફરિયાદ નોંધાઈ છે. મથુરા ખાતે કથાકાર દેવકીનંદન અને તેમના સાથીઓ દ્વારા એક પત્રકારના ઘરમાં ઘૂસી જઈ ગંદી ગાળો બોલી મહિલા સાથે દુર્વ્યર્વહાર કરાયો હોવાની એક ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાઈ હતી. પત્રકારે કહ્યું કે છ જેટલા લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા અને મહિલા સાથે દુર્વ્યર્વહાર કરી બિભત્સ ગાળો બોલી હતી. પત્રકારે હુમલાનો વીડિયો પણ રજૂ કર્યો હતો. પોલીસે મહિલા અત્યાચારને એસસી/એસટી એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારી અરૂણસિંગે કહ્યું કે પુરાવા એકત્ર કરી કાર્યવાહી કરાશે.