(એજન્સી) તા.૧૩
એક મહિલાએ પોતાના પર યૌન હુમલો કરવાની એક સ્થાનિક ભાજપ કાર્યકરે કોશિશ કરી છે એવો આક્ષેપ કરતી એક ફરિયાદ એક મહિલા દ્વારા દાખલ કરાયાં પછી બદાયુમાં આ સ્થાનિક ભાજપ કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદના પગલે સહાસ્વાનના ભાજપ બુથ પ્રમુખ વિપીન માલીની આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યોે છે અને રવિવારે રાત્રે તેની ધરપકડ કરાઇ હતી. માલિને સોમવારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં અને તેને જેલમાં મોકલી દેવાયાં છે. ત્રણ દિવસ પહેલા મહિલા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ અનુસાર માલિએ તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મહિલાએ બૂમો મચાવતાં તે ત્યાંથી નાસી ગયો હતો. તે ઘટના બાદ નાસતો ફરતો હતો પરંતુ રવિવારે રાત્રે તેને ઝડપી લેવામાં આવ્યો છે. દરમિયાન બદાયુના ભાજપના પ્રમુખ અશોક ભારતીએ એવો દાવો કર્યો છે કે માલિને ફસાવવામાં આવ્યો છે. માલિ હાર લેવા માટે સાવજપુર ગયાં હતાં ત્યારે કેટલાક લોકોએ તેને આ સાઝીશના ભાગરૂપે ફસાવ્યો છે. અશોક ભારતીએ જણાવ્યું હતું કે તેમને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. માલીએ સોશિયલ મીડિયા પર કરેલ કેટલાક વિવાદાસ્પદ વિધાનો સમાચારોમાં હેડલાઇન્સ તરીકે ચમક્યાં છે.