(એજન્સી) લખનૌ, તા.૭
ઉત્તરપ્રદેશ સરકારના વાણિજ્ય કર વિભાગમાં નોઈડામાં કાર્યરત ડે.કમિશ્નર પંકજ કુમારસિંહ (૪ર) પર તેમના ૩૮ વર્ષીય એક સહકર્મી મહિલા અધિકારીએ કથિતરૂપે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. આ બાબતે આરોપીની વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. ભોપાલ દક્ષિણના પોલીસ અધિક્ષક રાહુલકુમાર લોઢાએ જણાવ્યું કે, ડે.કમિશ્નર પંકજકુમારૅસિંહ પર તેમની એક સહકર્મીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે. તે ઉત્તરપ્રદેશના નોઈડામાં વાણિજ્ય કર વિભાગમાં કાર્યરત છે. આ બંનેની ઓળખ વર્ષ ર૦૧૦માં થઈ હતી અને આ બંને કોઈ કામ માટે ર ઓગસ્ટના રોજ અહીં આવ્યા હતા અને એક હોટલમાં જુદા-જુદા રૂમોમાં રહ્યા હતા. પીડિતા અનુસાર, આરોપી પંકજ બે ઓગસ્ટની રાત્રે તેણીના રૂમમાં આવ્યો અને તેને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પાંચ ઓગસ્ટના રોજ પીડિતાને દિલ્હી જવાનું હતું, પરંતુ આરોપીએ તેણીને દિલ્હી ના જવા દીધી. આરોપીએ પાંચ ઓગસ્ટની રાત્રે હોટલમાં તેણીને અપશબ્દો કહ્યા, મારઝૂડ કરી અને તેની સાથે ફરી એકવાર દુષ્કર્મ આચર્યું. લોઢાએ જણાવ્યું કે, પીડિતાના અહેવાલને આધારે આરોપીની વિરૂદ્ધ કમલાનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.