અપરાધની ઘટના પર એક ગ્રાફિક પોસ્ટ કર્યું હતું અને તેના પ્રતિસાદમાં મોટાભાગના પોલીસ સ્ટેશનોએ અદ્યતન માહિતી સાથે જવાબ આપ્યો હતો
(એજન્સી) તા.૨૮
એક દુઃખદ સત્ય એ છે કે મોટા ભાગના ભારતીય મુખ્ય મીડિયા રાજકીય સત્તાધીશોને અઘરા કે થોડા મુશ્કેલ પ્રશ્નો પૂછતાં કાં તો ડરે છે અથવા તો વધુ પડતા વફાદાર છે. વિડંબના એ વાતની છે કે તેઓ મોટા ભાગે આવા પ્રશ્નો કેન્દ્ર ખાતે સત્તાની બહાર રહેલા રાજકીય પક્ષોને પૂછે છે અને તેના જવાબ માગે છે.
તાજેતરમાં ઉ.પ્ર.માં બળાત્કાર અને હત્યા સહિત શ્રેણીબદ્ધ અપરાધો સામે આવતા કોંગ્રેસના નેતા અને ઉ.પ્ર.ના પ્રભારીએ રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પ્રિયંકા ગાંધીએ છેલ્લા બે દિવસમાં રાજ્યમાં નોંધાયેલ જંગી સંખ્યાના અપરાધ દર્શાવવા ક્રાઇમ મીટર નામે ગ્રાફીક શેર કર્યુ હતું. તેમણે ૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ નોંધાયેલા અપરાધો અંગે ૨૫ ઓગસ્ટના રોજ ટ્વીટ કર્યુ હતું.
મોટા ભાગના અપરાધોમાં હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ઘાતકી અપરાધોનો સામાવેશ થતો હતો. પ્રિયંકા ગાંધીનું આ ટ્વીટ વાઇરલ બન્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં અપેક્ષા મુજબ સમર્થકો અને ટીકાકારો બંને તરફથી જવાબો આવવાનું શરુ થઇ ગયું હતું અને જમણેરી પાંખના ટ્રોલ્સે પણ તેમની રાબેતા મુજબની કામગીરી શરુ કરી દીધી હતી.
પ્રિયંકા ગાંધીએ અપરાધની ઘટનાઓ પર ભીનું સંકેલવાનો રાજ્ય સરકાર પર આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે અપરાધો ઉ.પ્ર.ની શેરીઓમાં તાંડવ મચાવી રહ્યાં છે અને આ દ્વારા એવો નિર્દેશ આપ્યો હતો કે સ્થિતિ હવે બેકાબૂ બની ગઇ છે. ૧૪ જેટલા પોલીસ સ્ટેશનોએ સત્તાવાર વિગતો અને તપાસની પ્રોસીઝર સ્થિતિ અંગે પ્રતિસાદ આપ્યો હતો.
આમ આ બધા અપરાધો માત્ર બે દિવસમાં જ નોંધાયાં હતાં અને અપરાધની સ્થિતિ ચિંતાજનક છે એવી પ્રિયંકા ગાંધીની દલીલ અને દાવાને સમર્થન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ પ્રિયંકા ગાંધી આ મામલાને આગળના તબક્કે પહોંચાડ્યો છે.તેમણે હવે ઉ.પ્ર.ના રાજ્યપાલ આનંદીબહેન પટેલને પત્ર લખીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરીને મહિલાઓ માટે સુરક્ષાનો અભાવ હોવાનું ધ્યાન દોર્યું છે. આમ પ્રિયંકા ગાંધી કોઇ ટિપ્પણી કરે છે તો ઉ.પ્ર.માં તેના અનેક સત્તાવાર પ્રતિસાદ મળે છે.
Recent Comments