કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાઢરાએ દેશમાં કોરોના વાયરસ મહામારીથી સર્જાયેલી કટોકટોને કારણે પીડા સહન કરી રહેલા ઉત્તર પ્રદેશના ખેડૂતો અને મજૂરોને રાહત આપવા તેમ જ ઉત્તર પ્રદેશના અર્થતંત્રને પુનઃ બેઠું કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરવાની રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાસે માગણી કરી છે. યોગી આદિત્યનાથને પાઠવેલા પત્રમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે, રાજ્યમાં નાના ઉદ્યોગોને પણ તાકીદે રાહત અને નાણાકીય મદદ આપવામાં આવે અને ખેડૂતોને ઉભા પાકની લણણીમાં મદદ કરવાની સાથે તેમના ઉત્પાદનની ખરીદી પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે. ખેડૂતોને શેરડીના બાકીના લેણાની પણ તાકીદે ચુકવણી કરવાની પણ પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથ પાસે માગણી કરી છે. તેમણે રાજ્યમાં નહીં નોંધાયેલા મજૂરો અને કામદારોને ઘઉં,કઠોળ અને તેલ, મીઠું અને મસાલા પાવડર જેવી વસ્તુઓ પણ વિનામૂલ્યે આપવાની માગણી કરી છે.
યુપીમાં અર્થતંત્રને પુનઃ બેઠું કરવા માટે ટાસ્ક ફોર્સ બનાવો, ખેડૂતો અને મજૂરોને રાહત આપો : પ્રિયંકા ગાંધીએ સીએમ યોગીને કહ્યું

Recent Comments